Home /News /samachar /Facebook લાવી રહ્યું છે નવું ફીચર, હવે સરળતાથી જાણી શકશો તમારા પડોશીઓ વિશે

Facebook લાવી રહ્યું છે નવું ફીચર, હવે સરળતાથી જાણી શકશો તમારા પડોશીઓ વિશે

ફેસબુક Neighborhoodsના નામથી ટૂંક સમયમાં એક ખાસ ફીચર લઈને આવી રહ્યું છે

ફેસબુક Neighborhoodsના નામથી ટૂંક સમયમાં એક ખાસ ફીચર લઈને આવી રહ્યું છે

    નવી દિલ્હીઃ દુનિયામાં સૌથી વધુ યૂઝ કરવામાં આવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook) એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના માધ્યમથી યૂઝર્સને પોતાના પડોશીઓ વિશે વધુ સારી રીતે જાણકારી મેળવવામાં મદદ મળશે. કંપની હાલ તેનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરને Neighborhooods નામથી લૉન્ચ કરવામાં આવી શકે છે. ફેસબુક આ ફીચરના માધ્યમથી માર્કેટ લીડર નેક્સ્ટડોર (Nextdoor)ને પાછળ મૂકવાની યોજના ઉપર પણ કામ કરી રહ્યું છે. જ્યારે નેક્સ્ટડોર આવનારા દિવસોમાં આઇપીઓ લાવવાની તૈયારીમાં છે.

    ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

    સોશિયલ મીડિયા કન્સ્ટલટન્ટ મેટ નવારાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ ફેસબુકનું નવું ફીચર ટેસ્ટિંગના પ્રારંભિક સ્ટેજમાં છે. આ પોસ્ટમાં સ્રીન્નશોટ જોવા મળે છે, તે પ્રોડક્ટને Neighborhoods કહેવામાં આવી રહ્યું છે. તેમાં યૂઝર્સ સરનામું ભરીને એક યૂનિક પ્રોફાઇલ બનાવી શકે છે. તેની પર કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે આ સાચી વાત છે કે ફેસબુક કેનેડાની Calgary માર્કેટમાં નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે.

    આ પણ વાંચો, 25 પૈસાનો આ સિક્કો આપને બનાવશે અમીર, ઘરે બેઠા થઈ જશો માલામાલ!

    આ પણ વાંચો, WhatsApp યૂઝર્સને ગિફ્ટ! ટૂંક સમયમાં લેપટોપ-કોમ્પ્યૂટર ઉપર પણ મળશે વોઈઝ અને વીડિયો કોલ સર્વિસ

    Nextdoor પહેલા જ લાવી ચૂક્યું છે આ ફીચર

    ફેસબુક કરતાં પહેલા નેક્સ્ટડોરે 2008માં આ ફીચરને લઈને આવી ચૂક્યું છે. કંપનીએ લગભગ 470 મિલિયન ડૉલરનું ફંડિંગ પણ એકત્ર કર્યું હતું. આ ફીચરમાં દરેક નેબરહુડ્સ પોતાના મિની સોશિયલ નેટવર્કના રૂપમાં કામ કરે છે. લોકો તેનાથી પડોશમાં થઈ રહેલી ઘટનાઓ પણ પોસ્ટ કરે છે, જેમાં ક્રાઇમ જેવી ઘટનાઓ પણ સામેલ છે.
    First published: