Home /News /samachar /

Exclusive : 1985માં મિત્રો સાથે સોમનાથ ફરવા આવેલા અમિત શાહની ખાસ તસવીરો

Exclusive : 1985માં મિત્રો સાથે સોમનાથ ફરવા આવેલા અમિત શાહની ખાસ તસવીરો

સોમનાથ દાદાના પરમ ભક્ત અમિત શાહ વેરાવળ જાય છે ત્યારે સોમનાથ દાદાના દર્શને અચૂક જાય છે.

સોમનાથ દાદાના પરમ ભક્ત અમિત શાહ વેરાવળ જાય છે ત્યારે સોમનાથ દાદાના દર્શને અચૂક જાય છે.

  સંજય ટાંક, અમદાવાદ : કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આવી તસવીરો તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય.  અમિત શાહના જન્મ દિવસે ન્યૂઝ18 ગુજરાતીએ અમિત શાહની રાજકીય કારકિર્દીથી અલગ તેમના જીવનમા ડોકીયું કરવાનો એક પ્રયાસ કર્યો છે. જે અનુસંધાને તેમને કેટલિક રૅર તસવીરો અહીં રજૂ કરી રહ્યા છીએ.


  અમિત શાહ માટે એવું કહેવાય છે કે તેઓ સોમનાથ દાદાના ભક્ત છે. તેઓ જ્યારે પણ વેરાવળ જાય છે ત્યારે અચૂક સોમનાથ દાદાના દર્શન કરવા માટે જાય છે. 1985માં તેઓ તેમના મિત્રો સાથે સોમનાથ ફરવા ગયા હતા. જેની ખાસ તસવીરો અમે અહીં રજૂ કરી છે.


  એ સમયે મિત્રો સાથે સોમનાથના દરિયે પહોંચેલા અમિત શાહ પોતાના મિત્રો મસ્તી કરતા નજરે પડી રહ્યા છે.


  હરવા ફરવા ઉપરાંત અમિત શાહને ગીતો સાંભળવાનો પણ શોખ છે. એ દિવસોમાં અમિત શાહને મોહમ્મદ રફીનાં ગીતો ખૂબ ગમતા હતા, તેમાં પણ એક ગીત તેમને એટલું પ્રિય હતું કે તેઓ રેડિયો પર આ ગીત સાંભળવા માટે રાહ જોતા હતા.


  અમિત શાહના મિત્ર સ્નેહલભાઈ જણાવે છે કે, તેમને મહમદ રફી સાહેબના ગીતો બહુ ગમે છે. તેમને 'નયે જમાને કી નયી નસલે'નું ગીત 'કારવા ગુજર ગયા ગુબાર દેખતે રહે' સૌથી પ્રિય ગીત છે.


  રાજનીતિના ચાણક્ય અમિત શાહ કુશળ રાજકારણીની સાથે સાથે એક ઉમદા વ્યક્તિ છે. પોતાના વ્યસ્ત કાર્યક્રમોમાંથી પણ સમય કાઢીને તેઓ સોમનાથ દાદાના દર્શને આવતા રહે છે. નવરાત્રીના દિવસોમાં તેઓ અચૂક બહુચરાજી ખાતે દર્શને આવે છે.


  સોમનાથ મંદિર.


  મિત્રો સાથે અમિત શાહ.


  મિત્રો સાથે હળવાશના મૂડમાં અમિત શાહ.


  અમિત શાહ


  મિત્રો સાથે અમિત શાહ.


  મિત્રો સાથે અમિત શાહ.


  અમિત શાહ.
  First published:

  આગામી સમાચાર