EPFO દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં EPFO દ્વારા મોબાઈલ વાન સેવા શરુ કરવામાં આવી છે, આ મોબાઇલ વાન જિલ્લા અને ગામડે જઈને DLCની કામગીરી કરશે. આ સેવાનો લાભ વયસ્ક કર્મચારીને ખાસ થશે.
EPFO દ્વારા નવતર પ્રયાસ હાથ ધર્યો છે, જેમાં EPFO દ્વારા મોબાઈલ વાન શરુ કરવામાં આવી છે. મોબાઈલ વાન જિલ્લા અને ગામડે જઈને DLCની કામગીરી કરશે અને પેન્શનરો પેન્શનથી વંચિત ન રહી જાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. રાજ્યભરમાં 3.92 લાખ પેન્શનર છે અને પેન્શન ચાલુ રાખવા માટે વર્ષના અંતે જીવન પ્રમાણની પ્રકિયા કરવાની હોય છે જેમાંથી 2.88 પેન્શરોએ પ્રકિયા પૂર્ણ કરી છે.
ગ્રામ્ય વિસ્તારના રહેતા 1.04 લાખ લોકોએ જીવન પ્રમાણ પત્ર પ્રક્રિયા કરાવી નથી.જેથી આ પ્રકિયા પૂર્ણ થાય અને પેન્શરને પેન્શનથી વંચિત ન રહે તે માટે EPFO દ્વારા આજથી મોબાઈલ વાન શુર કરવામાં આવી છે. મોબાઈલ વાનમાં EPFO કર્મચારીઓ હેશે. આણંદ,નડિયાદ,ખેડા ભાવનગર,મહેસાણામા ફરીને પેન્શનરોની DLCની કામગીરી પૂર્ણ કરશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર