Home /News /samachar /રાજ્યસભાની ચૂંટણીનું અટપટું ગણિત : ગુજરાતમમાં 4 બેઠક માટે ચૂંટણી, જાણો કઇ રીતે અપાશે વૉટ

રાજ્યસભાની ચૂંટણીનું અટપટું ગણિત : ગુજરાતમમાં 4 બેઠક માટે ચૂંટણી, જાણો કઇ રીતે અપાશે વૉટ

આગામી 13 માર્ચે રાજ્ય સભાની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને 26 માર્ચે રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાશે.

આગામી 13 માર્ચે રાજ્ય સભાની ચૂંટણી માટે ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને 26 માર્ચે રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાશે.

  ગાંધીનગર : રાજ્યસભાની 55 બેઠક માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની ચાર બેઠકનો સમાવેશ થયા છે. આગામી 13 માર્ચે ઉમેદવાર ફોર્મ ભરી શકશે અને 26 માર્ચે રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાશે. ગુજરાતમાંથી ચાર સભ્યમાંથી 3 સભ્ય ભારતીય જનતા પાર્ટી અને એક સભ્ય કૉંગ્રેસ પાર્ટીની ટર્મ પૂર્ણ થઇ છે. જેમાં ગોહિલ ચુનિભાઇ કાનજીભાઇ (ભાજપ), મિસ્રી મધુસુદન દેવરામ (કૉંગ્રેસ), વાડોદિયા લાલસિંહ ઉદેસિંહ (ભાજપ), ટુંડિયા સંભુપ્રસાદ બલદેવદાસજી (ભાજપ) નો સમાવેશ થયા છે. ચાર બેઠક પૈકી બે-બે બેઠક ભાજપ અને કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

  રાજકીય વિશ્લેષકોનાં મતે રાજ્યસભાનું ગણિત કેવું હોય છે તે જાણવું ઘણું રસપ્રદ હોય છે. રાજયસભાની જેટલી સીટની ચૂંટણી હોય તેમાં એક ઉમેરીને હાજર સભ્ય સંખ્યા સાથે ભાગવાની જે પૂર્ણાક આવે તેમાં એક ઉમેરતા મળતી સંખ્યા જેટલા મતો એક ઉમેદવારને જીતવા માટે જરૂરી છે.

  દા.ત. ગુજરાતમાં ચાર બેઠક માટે ચૂંટણી છે. આથી 4+1=5 આ સંખ્યાને 182 સાથે ભાગવાની જે પૂર્ણાક આવે તેમાં એક ઉમેરતા મતની સંખ્યા બને. એટલે કે 182/5 = 36.4 + 1 = 37.4. આમ હાલમાં રાજ્યસભાની ચૂંટણી માટે એક બેઠક જીતવા માટે 38 મતની જરૂરિયાત પડે. ત્યારે જોવાનું રહે છે કે ભાજપ અને કૉંગ્રેસના ફાળે બે-બે બેઠક જાય છે કે પછી ફરી એકવાર જોડતોડની રાજનીતિ ગરમાય છે.

  નોંધનીય છે કે રાજ્યસભા એ ભારતના સંસદનું ઉપલું ગૃહ છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાના 250 સભ્યો છે, જેમાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણૂક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમ કે કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજ સેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેક વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે.

  રાજ્યસભાની સત્તા વાણિજય મુદ્દાઓ સિવાય લોકસભા જેટલી જ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બે સભાની બેઠક સાથે બોલાવાય છે. લોકસભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર 3 વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે. છેલ્લી વખત ત્રાસવાદ વિરોધી પોટાનો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.

  ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે. રાજ્યસભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે. અને તેઓ રાજ્ય સભાની દિન પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક 13 મે 1952માં યોજાઇ હતી. હાલ સૌથી વધુ બેઠક 31 બેઠક ઉત્તર પ્રદેશમાં છે.
  First published:

  विज्ञापन