Home /News /samachar /

સરદાર પટેલ જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે  ઉજવણી કરાશે 

સરદાર પટેલ જન્મ જયંતીની રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે  ઉજવણી કરાશે 

સવારે 7 વાગ્યે જિલ્લા મથકોએ ‘રન ફોર યુનિટી’ અને સાંજે 5 વાગ્યે ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાશે.

સવારે 7 વાગ્યે જિલ્લા મથકોએ ‘રન ફોર યુનિટી’ અને સાંજે 5 વાગ્યે ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાશે.

  લોહપુરૂષ સરદાર પટેલની જન્મ જયંતી 31 ઑકટોબરની દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.

  એકતા અને અખંડિતતાના શિલ્પી ગુજરાતના સપૂત સરદાર સાહેબની આ  વર્ષની જન્મ જયંતી દેશ માટે વિશેષ છે કારણ કે, કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ રદ કરતાં ભારત સાચા અર્થમાં એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે.સરદાર સાહેબ નું  એક અને અખંડ રાષ્ટ્ર નું સપનું સાકાર થયું છે.

  રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીને ગુજરાતમાં પણ રાષ્ટ્રીય એકતા માટેની દોડ ‘રન ફોર યુનિટી’, ‘રાષ્ટ્રીય એકતા શપથ’ તથા ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ સાથે અમદાવાદ સહિત જિલ્લા મથકોએ ઉજવણી કરવાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે.

  આ અંતર્ગત સવારે 7 વાગ્યે જિલ્લા મથકોએ ‘રન ફોર યુનિટી’ અને સાંજે 5 વાગ્યે ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ યોજાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના પોલીસ સ્ટેડિયમથી ‘રન ફોર યુનિટી’ને પ્રસ્થાન કરાવશે, અને સાંજે 5 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાનારી રાષ્ટ્રીય એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે. તેમની સાથે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા જોડાશે.

  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણા ખાતેથી રાષ્ટ્રીય એકતા દિવસનો પ્રારંભ કરાવશે.રાજ્યના તમામ 33 જિલ્લા મથકોએ રાજ્ય મંત્રી મંડળના સભ્યો ‘ પદાધિકારીઓ રન ફોર યુનિટી’ નો આરંભ કરાવશે અને ઉપસ્થિત લોકોને, ‘રાષ્ટ્રીય એકતા શપથ’   લેવડાવશે.તથા ‘રાષ્ટ્રીય એકતા પરેડ’ માં પણ ઉપસ્થિત રહેશે
  First published:

  આગામી સમાચાર