સુરત : કોરોના વાયરસની બીજો વેવ (Coronavirus Second Wave) ગુજરાતમાં (Gujarat) લગભગ સમાપ્ત થવાની અણીએ છે. રાજ્યમાં કોરોના વાયરસના આંકડા દિવસે દિવસે ઘટી રહ્યા છે. સરકારે સોમવારથી તમામ સરકારી-ખાનગી કચેરીઓમાં 100% સ્ટાફ સાથે કામ કરવાની પરવાનગી આપી છે. કોરોનાવાયરસના પ્રથમ વેવમાં (First Wave of Coronavirus) સુરતના હીરા ઉદ્યોગને (Diamond Industry) મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું પરંતુ સેકન્ડ વેવમાં નુકસાની ન થઈ હોવાની વિગતો સામે આવી છે. ગત વર્ષે કોવિડ-19ની (COVID-19) પ્રથમ લહેરમાં સંપૂર્ણ લૉકડાઉન હતું ત્યારે માર્ચથી જુલાઈ સુધી સંપૂર્ણપણે પોલિશ્ડ ડાયમંડનું પ્રોડક્શન બંધ હતું. જોકે, તેની સામે બીજા વેવમાં રત્નકલાકારોની 30 ટકા જેટલી અછત હોવા છતાં હીરા ઉદ્યોગ અડીખમ છે. હીરા ઉદ્યોગના જુદા જુદા સેક્ટરમાં ગ્રોથ થયો છે.
એપ્રિલ 2020ની સરખામણીએ એપ્રિલ 2021માં ગ્રોથ
હીરા ઉદ્યોગને કોરોનાની બીજ લહેરમાં નુકસાન નથી થયું પરંતુ ઉલટાનું ગુજરાત સરકારે હીરા ઉદ્યોગને કાર્યરત રાખવાની પરવાનગી આપી હોવાથી ફાયદો થયો છે. જેમ્સ એન્ડ જ્વેલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાતના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યુ કે 'માર્ચ 2020થી લઈને જુલાઈ 2020 સુધી સંપૂર્ણ લૉકડાઉન હતું. આ સમયમાં પોલિશ્ડ ડાયમન્ડનું પ્રોડક્શન બંધ હતું. વેપારીઓએ રફનું ઇમ્પોર્ટ પણ બંધ રાખ્યું હતું તેની સરખામણીએ આજની સ્થિતિ ઘણી સારી છે.
વર્ષ 2020 એપ્રિલની સરખાણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ ડાયન્ડના એક્સપોર્ટમાં 37.78 ટકાનો ગ્રોથ થયો છે. લેબ્રોન ડાયમંડમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લેબ્રોન ડાયમંડમાં 307 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એવી જ રીતે કલર્ડ જેમ્સ સ્ટોનમાં 8.46 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સ્ટડેડ ગોલ્ડ જ્વેલેરીમાં 33.88 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સિલ્વર જ્વેલરીમાં 250.70 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. પ્લેટિનમ જ્વેલેરીમાં 125.72 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે.
હીરા સાથે અન્ય તમામ પ્રકારની જ્વેલરીના ઉદ્યોગમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે જોકે, આ બધાની વચ્ચે એકમાત્ર પ્લેઇન ગોલ્ડ જ્વેલેરીમાં જ ડાઉનફોલ જોવા મળી રહ્યો છે. 59.38 ટકાનો આ સેક્ટરમાં ડાઉનગ્રેડ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાની ગાઇડલાઇનના કારણે હીરા ઉદ્યોગને કોરોનાની સેકન્ડ વેવમાં ફટકો ન પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
દિનેશ નાવડિયાએ વધુમાં ઉમેર્યુ કે 'કોરોનાની પ્રથમ લહેરમાં રત્નકલાકારો સહિતના લેબરની સ્થિતિ ખરાબ હતી એટલે તેઓ બીજી વેવમાં વતન તરફ નીકળી ગયા. અત્યારે હીરાઉદ્યોગમાં વર્કફોર્સમાં 30 ટકા લેબરની અછત છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને રાજકોટ જે ડાયમંડ મેન્યૂફેક્ચરિંગના હબ છે ત્યાં સાયક્લોનની અસર થઈ છે. ત્યાંની ફેક્ટરીઓ બંધ રહી છે. ઉપરાંત અહીંયા જે કારીગરો કામ કરતા હતા તે વતનમાં જતા રહ્યા છે. જોકે, હીરા ઉદ્યોગના વેપારીઓ માટે આ સ્થિતિ આશિર્વાદ સમાન છે.
એક તરફ સરકારની ગાઇડલાઇનના કારણે હીરા ઉદ્યોગને આ વખતે ગત વર્ષે જેવો ફટકો નથી પડ્યો ઉલટાનો ગત વર્ષની સરખામણીએ ગ્રોથ છે ત્યારે બીજી બાજુ કારીગરોની ઘટની વચ્ચે પણ વેપારીઓને નુકસાન નથી ગયું, કારણે ડિમાન્ડ સામે સપ્લાયનું સંતુલન ઓછું હોવાના કારણે હીરાના ભાવ વધારે મળી રહ્યા છે. રફ ડાયમન્ડના ભાવનો જે ગ્રોથ થયો છે તે સપ્લાય ઓછી હોવાના કારણે નુકસાનીના બદલે સારા ભાવે વેચાઈ રહ્યા છે. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર અસર
કોરોનાવાયરસની પ્રથમ લહેરમાં માર્ચ 2020થી જુલાઈ 2020 સુધી હીરા ઉદ્યોગ લગભગ ઠપ હતો ત્યારે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંધ હતું. જોકે, કોરોનાવાયરસની બીજી લહેરમાં ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ શરૂ રહ્યું હોવાનું જેમ્સ એન્ડ જ્વેલેરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની ગુજરાતની રિજનલ ઑફિસનું માનવું છે.
જોકે, રત્નકલાકારો જે પોતાની મરજીથી વતનમાં જતા રહ્યા હતા તેમના માટે રોજગારીનો પ્રશ્ન સર્જાયો હોવાની શક્યતા હોઈ શકે છે. પરંતુ હીરા ઉદ્યોગના અગ્રગણ્ય વેપારીઓનાં મતે સુરતના હીરા ઉદ્યોગમાં કોરોનાની પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેર ઘાતકી નીવડી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર