અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસની મહામારી વચ્ચે આત્મનિર્ભર રહેવાની અપીલ કરે છે. ત્યારે કોરોનાના દર્દીઓ માટે સ્વદેશી કંપનીઓ દ્વારા વેન્ટિલેટર બનાવામાં આવી રહ્યા છે. પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સરકારને પત્ર લખી સ્વદેશી ધમણ -1 સંપૂર્ણ કામગીરી ન કરતી હોવાનું જણાવ્યું હતુ. જેના મુદ્દે રાજનીતિ શરૂ થઈ હતી. રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલ સવાલોના ઘેરામાં આવી હતી. કંપનીએ પણ પોતાનો ખુલાસો કરી સ્પષ્ટતા કરી હતી .
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી ડૉ.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું છે કે, કોરોના દર્દીઓની સારવારમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 અને અત્યાધુનિક એવા હાઈ એન્ડ વેન્ટિલેટર એમ બંન્ને ઉપયોગી છે. કોરોનાગ્રસ્ત વ્યક્તિને શરૂઆતના તબક્કે કૃત્રિમ રીતે ઓક્સિજન પૂરો પાડવો પડે છે, ત્યારે ધમણ-1 અત્યંત ઉપયોગી છે. પરંતુ જ્યારે દર્દી ક્રિટીકલ કન્ડીશનમાં હોય ત્યારે હાઇ એન્ડ વેન્ટિલેટરની જરૂર પડે છે.
ડૉ. પ્રભાકરે જણાવ્યું હતું કે ધમણ-1 વેન્ટિલેટરનો ઉપયોગ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલુ છે. કોરોના દર્દીઓની સારવારમાં જોડાયેલા એનેસ્થેસિયા નિષ્ણાંત સહિતના તબીબો દ્વારા ધમણ-1નું ડેમોન્સ્ટ્રેશન યોજી તેના ઉપયોગની સમજ આપવામાં આવી હતી. કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટરમાં એક પ્રકાર હાઇ એન્ડ વેન્ટિલેટર છે જે ખૂબ જ ગંભીર દર્દીની સારવારમાં ઉપયોગી છે. હાલમાં જે વેન્ટિલેટરની માંગ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે એ આ હાઇએન્ડ પ્રકારના અત્યાધુનિક વેન્ટિલેટર છે.
રાજકોટ ખાતે બનાવાયેલું સ્વદેશી વેન્ટિલેટર ધમણ -1 પ્રાથમિક તબક્કાનું છે અને તેમાં જરૂરી સુધારા માટે અહીંના તબીબો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. કમ્પ્રેસર, મિક્ષ્ચર, હ્યુમિડિફાયર અને કેલિબ્રેશન જેવા ઉપકરણો સંલગ્ન ઉત્પાદક દ્વારા ધમણ-1 વેન્ટિલેટર આગામી તબક્કામાં જોડવામાં આવશે.
ડૉ. પ્રભાકરે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધતા સત્વરે વેન્ટિલેટરની જરૂરિયાત ઉભી થઈ હતી. આવા સમયે રાજ્યની ખાનગી કંપનીએ માત્ર 10 દિવસમાં સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા જે ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ મોટા પ્રમાણમાં સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ભારતમાં અને વિશ્વમાં જ્યારે વેન્ટિલેટરની કમી હતી ત્યારે ગુજરાતની કંપનીઓ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર કરી આપ્યા હતા.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ, કે પુરતી ચકાસણી વગર સસ્તી પ્રસિદ્ધિ માટે ખરીદેલ ધમણ-1 રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી છે. મુખ્યમંત્રી દ્રારા લેવામા આવેલા આ ઉતાવડિયા પગલા માટે રાજ્યના મુખ્યમંત્રીની આ ગુનાહિત બેદરકારી છે. 56 દિવસમા એક વખત મુખ્યમંત્રી બંગલાની બહાર નીકળ્યાં હતા. 5 એપ્રિલના રોજ એક વખત મુખ્યમંત્રી બહાર આવ્યાં હતા એ પણ ધમણ-1 ના લોંન્ચિંગ માટે એ બાબત આવકારદાયક હતી. જોકે ધમણ -1 લોકોને સાજા કરવામાં પુરતુ સફળ રહ્યું નથી. 4 એપ્રિલના રોજ રાજ્ય સરકારે એક હજાર નવા વેન્ટિલેટર ખરીદવાની વાત કરી હતી, તેમાથી કેટલા વેન્ટીલેટર ખરીદવામા આવ્યા છે. તેનો જવાબ સરકાર આપે.
" isDesktop="true" id="983012" >
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર