Home /News /samachar /

આ દિવાળીએ અહીં રોકાણ કરો, આવતી દિવાળીએ આપશે Bumber Return

આ દિવાળીએ અહીં રોકાણ કરો, આવતી દિવાળીએ આપશે Bumber Return

શૅર બજારમાં આવતાં ઉતાર-ચઢાવનો સામનો કરી ઊંચું રિટર્ન મેળવવા માટે અનુસરો આ ટિપ્સ

શૅર બજારમાં આવતાં ઉતાર-ચઢાવનો સામનો કરી ઊંચું રિટર્ન મેળવવા માટે અનુસરો આ ટિપ્સ

    Diwali Investment Tips: તહેવારોની સીઝન (Festive Season) ચાલી રહી છે અને શૅર બજાર (Stock Market) પણ હકારાત્મક જોવા મળી રહ્યું છે. માર્કેટના હિસાબથી સમજી-વિચારી અને રિસર્ચ કર્યા બાદ રોકાણ કરવાનો સારો સમય ચાલી રહ્યો છે. આ દિવાળી (Diwali) પોતાના પોર્ટફોલિયો (Portfolio)માં સારા સ્ટોક સામેલ કરો અને આવતી દિવાળી સુધી આપને 15થી 20 ટકાનું રિટર્ન મળી શકે છે.

    સ્ટોક માર્કેટના એક્સપર્ટ્સનું માનવું છે કે, મિડકેપ શૅરો (Mid Cap Funds)માં ધીમે-ધીમે ખરીદી કરવી જોઈએ. એક્સપર્ટ્સનું માનવું છે કે ફાયનાન્સિયલ (Financial), પ્રાઇવેટ બેંક (Private Bank), પસંદગીના ઑટો શૅરમાં રોકાણ કરવું ફાયદારૂપ સાબિત થઈ શકે છે. તેના માટે તમારે પસંદ કરેલી કંપનીના છેલ્લા ત્રણ વર્ષના પર્ફોમન્સ વિશે થોડું રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે.

    SIPમાં રોકાણ ચાલુ રાખો

    માર્કેટ એક્સપર્ટ્સ સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ ચાલુ રાખવાની સલાહ આપી રહ્યા છે. મોટાભાગના એક્સપર્ટ્સનું માનવું છે કે બજારમાં ઉતાર-ચઢાવ આવતો રહે છે. તેથી આ સ્થિતિમાં SIP રોકાણકારોને એવરેજિંગનો ફાયદો મળે છે. ધ્યાન રાખો કે બજારમાં ઘટાડા બાદ રિકવરી આવતી જ હોય છે. તેથી SIPમાં રોકાણ કરવાનું ચાલુ રાખો.

    લૉન્ગ પોઝિશન (Long Position)થી મળશે ફાયદો

    માર્કેટ એક્સપર્ટ્સનું એવું પણ માનવું છે કે, પોર્ટફોલિયોમાં લૉન્ગ પોઝિશનથી ઘણું સારું રિટર્ન મળે છે. તેથી હંમેશા લાંબી અવધિ માટે રોકાણ કરવું જોઈએ. 2014થી પણ વધુ લૉન્ગ પોઝિશન હાલમાં છે. તેથી આપના પોર્ટફોલિયો (Investment Portfolio)માં 80 ટકાથી વધુ લૉન્ગ પોઝિશન રાખો.

    એક વર્ષમાં 15થી 20 ટકા રિટર્ન

    માર્કેટ એક્સપર્ટ્સ મુજબ, આવતી દિવાળી સુધી 15થી 20 ટકા સુધી રિટર્નની આશા રાખી શકાય છે. તેથી મિડકેપ શૅરોને પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કરતા રહો. જો તમે મિડકેપ શૅરોમાં રોકાણ નથી કરતાં તો સારા મિડકેપ શૅરો પસંદ કરી રોકાણ કરવાનું આ દિવાળીથી શરૂ કરી દો.

    આ પણ વાંચો, દિવાળી પર બજારના 10 'વિજય મંત્ર', આ ખામીઓને દૂર કરી પોર્ટફોલિયો કરો મજબૂત
    Published by:Pankaj Jain
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन