ધનતેરસે ખરીદીનું વિશેષ મહત્વ્ત હોય છે. ધનતેરસ (Dhanteras 2020)ના દિવસે લોકો સોના અને ચાંદી (Gold and Silver)ની ખરીદી કરે છે, જેથી તેમના ઘરમાં સુખ અને શાંતિ સમૃદ્ધિ બની રહે. એવી માન્યતા છે કે ધનતેરસના શુભ દિવસે સોનું, ચાંદી અને વાસણો ખરીદનારનું આખું વર્ષ સંપન્નતાથી ભરેલું રહેલું રહે છે. ધનતેરસ પર શું ખરીદવું જોઈએ તે વિશે બધાને માહિતી હોય છે પરંતુ તમારે ધનતેરસ પર શું ન ખરીદવું જોઈએ તેની માહિતી નથી હોતી...આવો આપને જણાવીએ કે ધનતેરસ પર કઈ વસ્તુઓ ન ખરીદવો જોઈએ...
લોખંડની વસ્તુઓ - ધનતેરસે (Dhanteras) લોખંડથી બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કહેવાય છે કે આ દિવસે લોખંડથી બનેલી વસ્તુઓ ઘરે લાવવાથી રાહુ ગ્રહની અશુભ છાયા પડી જાય છે. રાહુની નજર પડતાં જ ઘરમાં મુશ્કેલીઓ વધવા લાગે છે.
માન્યતા છે કે કાચના સામાન સંબંધી પણ રાહુ ગ્રહથી થાય છે તેથી ધનતેરસના દિવસે કાચની વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ.
સ્ટીલ ન ખરીદો - ધનતેરસ પર વાસણ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલતી આવી રહી છે. સ્ટીલ પણ લોખંડનું જ બીજું રૂપ છે તેથી કહેવામાં આવે છે કે સ્ટીલના વાસણ પણ ધનરતેરસના દિવસે ન ખરીદવા જોઈએ. સ્ટીલને બદલે કોપર કે બ્રોન્ઝના વાસણ ખરીદી શકાય છે.
કાળા રંગની વસ્તુઓ - ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓને ઘરે લાવવાથી બચવું જોઈએ. ધનતેરસ એક ખૂબ જ શુભ દિવસ છે જ્યારે કાળો રંગ હંમેશાથી દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે જેથી ધનતેરસ પર કાળા રંગની ચીજો ખરીદવાથી બચો.
ધારદાર વસ્તુઓ - ધનતેરસના દિવસે જો તમે ખરીદી કરવા જાઓ છો તો ચાકૂ, કાતર કે બીજી ધારદાર વસ્તુઓને ખરીદવાથી બચો.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. Gujarati News18 તેની પુષ્ટિ નથી કરતું. તેની પર અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર