Home /News /samachar /

LRD પેપર લીક: ક્યાંથી? કેવી રીતે? અને કોણે? કર્યું પેપર લીક, સમગ્ર માહિતી DGPએ કરી જાહેર

LRD પેપર લીક: ક્યાંથી? કેવી રીતે? અને કોણે? કર્યું પેપર લીક, સમગ્ર માહિતી DGPએ કરી જાહેર

ડીજીપી શિવાનંદ ઝાએ મુખ્ય આરોપીઓના નામ જણાવતા કહ્યું કે, ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ડીજીપી શિવાનંદ ઝાએ મુખ્ય આરોપીઓના નામ જણાવતા કહ્યું કે, ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  ગુજરાતમાં લોકરક્ષકની ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના કારણે પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવી હતી જેથી નવ લાખ જેટલા પરીક્ષાર્થીઓને હેરાન થવાનો વારો આવ્યો હતો. આખરે આ મામલો પોલીસે ઉકેલી લીધો છે. પોલીસે આજે જણાવ્યું છે કે, એલઆરડી પેપરનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. આ આરોપીને દિલ્હી બોર્ડર પરથી ઝડપી લેવામાં આવ્યો છે.

  આ મુદ્દે સમગ્ર માહિતી આપવા ડીજીપી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, એક મહિના પહેલા એલઆરડી પેપર લીક થયું હતું, જે અનુસંધાને ગુનો નોંધવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસે તપાસ હાથધરી કેટલાક આરોપીઓ ઝડપાયા હતા, પરંતુ આ મામલાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર હતો, જેને ઝડપી લેવામાં આવ્યો છે.

  ગાંધીનગર સ્થાનિક પોલીસ, અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગુજરાત એટએસની ટીમ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી હતી, જેને પગલે પોલીસે સમયાંતરે આ કેસ સાથે જોડાયેલા તમામ પાસાની તપાસ હાથ ધરી સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી મેઈન માણસ સુધી પહોંચી સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

  ડીજીપી શિવાનંદ ઝાએ મુખ્ય આરોપીઓના નામ જણાવતા કહ્યું કે, ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એકનું નામ છે વિનય રમેશ કુમાર અરોરા - સોનેપત હરિયાણાનો રહેવાસી. અને બે કર્ણાટકાના રહેવાસી છે, પીધરના તેમનું નામ છે મહાદેવ દત્તાત્રે અસ્તુરે, વિનોદ બંસીલાલ રાઠોડ. આ લોકો સાથે એક ચોથો માણસ પણ છે, જે દિલ્હીના એક પોલીસ પરિવાર સાથે જોડાયેલો છે. તેના ડોક્યુમેન્ટ ભરતીમાં ખોટા હોવાનું મળી આવ્યા હતા, ત્યારબાદ ભાઈ આ ધંધામાં લાગી ગયો. આ વ્યક્તિનું નામ વિનોદ ચિક્કારા છે.

  પેપર કેવી રીતે લીક થયું
  શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું કે, આ જે મેઈન માણસો છે તેમને માહિતી મળી ગઈ હતી કે, પોલીસની ભરતી માટેના પેપર કર્ણાટકાની મણીપાલ પ્રેસમાં છપાવવાના છે. જેથી આ લોકો નવેમ્બરમાં કર્ણાટકા ગયા, અને મણીપાલ પ્રેસની નજીક વારાફરથી ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યારબાદ 20-21 નવેમ્બરે પ્રેસની પાછળની દિવાલ કુદીને અંદર ગયા અને જે જગ્યા પર પ્રિન્ટીંગ થતું હતું તેની બાજુમાં એક રૂમ હતો, ત્યાં ગ્રીલ તોડી અંદર ગયા. અહીં ખરાબ પ્રીન્ટ થેયેલી કોપી પડી હતી, તેના તેમણે ફોટા લીધા અને આ પેપર સાથે લઈને નીકળી ગયા. બહાર નીકળતા સમયે જે ગ્રીલ વાળી હતી તે સીધી કરી, જોઈન્ટ પણ કરતા ગયા જેથી ખ્યાલ ના આવે કે કોઈ વ્યક્તિ અંદર ચોરી કરવા ઘુસ્યું હતું. મહત્વની વાત એ છે કે, આ જગ્યા પર કોઈ સીસીટીવી પણ ન હતા.

  શિવાનંદ ઝાએ જણાવ્યું કે, કર્ણાટકથી નીકળી બાદમાં તેઓ દિલ્હી આવી ગયા. ત્યારબાદ કર્ણાટકમાં તેમના ત્રણ સાગરીત હતા, જેમણે આ લોકોને સપોર્ટ કર્યો હતો, તેમને આ આરોપીઓએ 30 હજાર રૂપિયા આપ્યા હતા, આ સપોર્ટરોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાંથી એકની ધરપકડ હજુ બાકી છે. આ આરોપીઓએ દિલ્હી આવી વિરેન્દ્ર માથુર નામના વ્યક્તિ સાથે 50 લાખમાં પેપરનો સોદો કર્યો. ત્યારબાદ વિરેન્દ્ર માથુરે પોતાના કોન્ટ્કેટમાં રહેલા જે અગાઉ પકડાઈ ગયા છે તે અસોક સાહુ, સુરેશ પંડ્યા અને અશ્વિન ચૌહામનો સંપર્ક સાધ્યો. આ સાથે આ લોકોએ ગુજરાત અને ઈન્દોરના એજન્ટોનો પણ સંપર્ક સાધ્યો અને તમામ આરોપીઓએ સાથે મળી પેપર લીકનું આખુ કૌભાંડ રચ્યુ હતું.

  નોંધનીય છે કે લોક રક્ષક દળની ભરતીયમાં પરીક્ષાનું પેપર લીક કરીને આશરે 9 લાખ પરીક્ષાર્થીના મહેનત પર પાણી ફેરવનાર સૌપ્રથમ 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં મનહર પટેલ, મુકેશ ચૌધરી, રૂપલ શર્મા અને પીએસ આઈ પી.વી. પટેલ અને યશપાલ સોલંકીનું નામ સામે આવ્યુ હતુ. પહેલા માનવામાં આવી રહ્યું હતું કે યશપાલ સોલંકી આ કાંડનો મુખ્ય આરોપી છે પરંતુ તેવું ન હતું અને આજે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन