Home /News /samachar /

મહારાષ્ટ્ર : અજિત પવાર બાદ ફડણવીસે CM પદેથી રાજીનામું આપ્યું, કહ્યુ- અમારી પાસે બહુમત નથી

મહારાષ્ટ્ર : અજિત પવાર બાદ ફડણવીસે CM પદેથી રાજીનામું આપ્યું, કહ્યુ- અમારી પાસે બહુમત નથી

અમારી પાસે બહુમત નથી તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે : દેવેન્દ્ર ફડણવીસ

અમારી પાસે બહુમત નથી તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે : દેવેન્દ્ર ફડણવીસ

  મુંબઈ : મહરાષ્ટ્રના રાજકીય ઘમાસાણ (Maharashtra Political Crisis)માં જોરદાર વળાંક આવતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ પોતાના પદેથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. આ વાત ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સ સંબોધિત કરીને કહી. તેઓએ કહ્યુ કે, અમારી પાસે બહુમત નથી તેથી તેઓ રાજીનામું આપી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલા અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. ફડણવીસે કહ્યુ કે, અમે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપીશું.

  અજિત પવારે મને રાજીનામું સોંપ્યું હતું : ફડણવીસ

  દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, અજિત પવારે કહ્યું કે સરકાર બનાવવા માટે અમે તમારો સાથ આપીશું જેથી સ્થાયી સરકાર બની શકે. પરંતુ જ્યારે બહુમત સાબિત કરવાની વાત આવી તો અજિત પવારે મને મળી કહ્યુ કે ગઠબંધન ચાલુ ન રાખી શકું અને અલગ થવાની વાત કહી. તેઓએ કહ્યુ કે, હવે અમારી પાસે બહુમત નથી.

  ફડણવીસે શિવસેના પર કર્યા આકરા વાર

  દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, અમે આશા છે કે નવી સરકાર સારું કામ કરશે. અમે વિપક્ષના રૂપમાં પોતાનું કામ કરીશું. તેઓએ કહ્યુ કે, શિવસેના નેતા લાચારીમાં સોનિયા ગાંધીની સામે નતમસ્તક થઈ રહ્યા છે. તેઓએ કહ્યુ કે, ત્રણ પૈડાવાળી સરકાર ચલાવવી ઘણી મુશ્કેલ છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, શિવસેના તે વાયદાઓ લઈને જીદ પર ઉતરી હતી જે અમે ક્યારેય કર્યા નહોતા. ફડણવીસે કહ્યુ કે, બીજેપીએ પહેલા જ કહ્યું હતું કે તેઓ હૉર્સ ટ્રેડિંગ નહીં કરે. અમારી પર જે હૉર્સ ટ્રેડિંગના આરોપ લગાવે છે તઓ આખો તબલો જ ખરીદી લે છે.

  અહમદ પટેલે બીજેપી પર કર્યો હુમલો

  દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની જાહેરાત બાદ કૉંગ્રેસ નેતા અહમદ પટેલે ટ્વિટ કર્યુ કે, જે નુકસાન તેઓએ સત્તા મેળવવા માટે બંધારણ અને દેશની મોટી સંસ્થાઓને પહોંચાડ્યું છે, તેને ઠીક થવામાં દશકો લાગશે.

  બીજી તરફ, શિવસેના (Shiv Sena)ના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut)એ દાવો કર્યો કે અજિત પવાર અમારી સાથે છે. આ ઉપરાંત રાવતે કહ્યુ કે, ઉદ્ધવ ઠાકરેને નેતા તરીકે ચૂંટી લેવામાં આવશે. પાંચ વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી રહેશે.

  આ પણ વાંચો, OPINION: થપ્પડ ખાઈને પણ જે વિચલિત ન થાય તે શરદ પવાર છે
  First published:

  આગામી સમાચાર