Home /News /samachar /

અમદાવાદ રોગચાળાનાં ભરડામાં, જાણો ડેન્ગ્યુ અને મેલેરિયાથી કેવી રીતે બચશો

અમદાવાદ રોગચાળાનાં ભરડામાં, જાણો ડેન્ગ્યુ અને મેલેરિયાથી કેવી રીતે બચશો

ડેન્ગ્યુમાં પહેલા દિવસથી ભારે તાવ આવે છે. આ તાવ 120 કલાક કે 5 દિવસની આસપાસ રહેતો હોય છે.

ડેન્ગ્યુમાં પહેલા દિવસથી ભારે તાવ આવે છે. આ તાવ 120 કલાક કે 5 દિવસની આસપાસ રહેતો હોય છે.

    સંજય ટાંક, અમદાવાદ : વરસાદ બાદ અમદાવાદ (Ahmedabad) શહેર સહિત સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુનો (Dengue) હાહાકાર જોવા મળ્યો છે. શહેરમાં માત્ર 12 દિવસમાં ડેન્ગ્યુના કેસનો આંક 360ને પાર પહોંચ્યો છે. તબીબી નિષ્ણાતો પણ માની રહ્યાં છે કે અન્ય વર્ષોની સરખામણીમાં આ વખતે ડેન્ગ્યુનો કહેર વધારે છે. તાવ આવે તો પુરતો આરામ અને દર કલાકે 200 એમએલ ચા, દૂધ, નારિયેળ પાણી જેવું પ્રવાહી લેવાની સલાહ તબીબો આપી રહ્યાં છે. શહેરમાં રોગચાળાનો આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યુથી 2 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે માત્ર 12 દિવસમાં અમદાવાદમાં ડેન્ગ્યુના 360, સાદા મેલેરિયાના 174 કેસ નોંધાયા છે. ઝેરી મેલેરિયાનાં 11 કેસ નોંધાયા છે.

    ડેન્ગ્યુમાં પહેલા દિવસથી ભારે તાવ આવે

    આ ડેન્ગ્યુ ઈજિપ્ત એડિસ મચ્છરથી થાય છે. આ પ્રકારનાં મચ્છર ચોખ્ખા પાણીમાં થાય છે અને દિવસે કરડતા હોય છે. જેથી મચ્છર ન કરડે તેની ખાસ તકેદારી રાખવી જરુરી છે. તબીબોના મતે ડેન્ગ્યુ માટે કોઈ એન્ટીવાયરસ દવા કે કોઈ વેક્સીન નથી. ડેન્ગ્યુમાં પહેલા દિવસથી ભારે તાવ આવે. આ તાવ 120 કલાક કે 5 દિવસની આસપાસ રહેતો હોય છે. તાવ ઉતર્યા પછી ત્રણ દિવસ નબળાઈ વધારે રહે છે. ભારે તાવમાં 103 કે 104 ડિગ્રી તાવ આવે છે. તાવ આવે તો પુરતો આરામ અને દર કલાકે 200 એમએલ ચા, દુધ, નારિયેળ પાણી જેવું પ્રવાહી લેવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.

    આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં ડેન્ગ્યૂની સારવાર લઈ રહેલા CRPF જવાનનો VIP સુવિધા લેવાનો ઇન્કાર

    ડેન્ગ્યુમાં આંખો લાલ થાય છે

    ડો. કમલેશ ઉપાધ્યાય જણાવે છે કે, દરેક રોગની એક સાયકલ હોય છે. તે પ્રમાણે આ વખતે ડેન્ગ્યુ ફીવરમાં વધારો નોંધાયો છે. ડોક્ટરોને વિનંતી કરતા તેઓએ જણાવ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર્દીની સારવાર કરવી જરુરી છે. નિદાન કરીને જ સારવાર કરવી જોઈએ. નાગરિકોને પણ જાણવું જરુરી છે કે ડેન્ગ્યુમાં ભારે તાવ આવે છે. 102, 105 સુધી તાવ આવે છે. આંખો લાલ થઈ જાય છે. શરીર લાલ લાલ થઈ જાય છે. ડેન્ગ્યુનું નિદાન કરાવું તેમજ ઉલ્ટીના હોય તો ઘરે સારવાર થઈ શકે. 24 કલાકમાંથી 18 કલાકમાં 3 લીટરથી સાડાત્રણ લીટર પ્રવાહી શરીરમાં જવું જરુરી છે. 101 કરતા ઓછો તાવ હોય તો ઠંડા પાણીના પોતા મુકી તાવ ઉતારી શકાય. ત્રાક કણો કે પ્લેટલેટ ઘટીને 10 હજાર થઈ જાય તો ડરવાની જરુર નથી. રક્તસ્ત્રાવનાં હોય તો પ્લેટલેટ આપવાની જરુર નથી. પ્લેટલેટ ડોક્ટરની સલાહ પ્રમાણે જ આપવા જોઈએ.

    આ પણ વાંચો : મચ્છરોની ઉત્પત્તિ રોકવા ખાડાના પાણીમાં કેમ બળેલું ઓઇલ નાંખવામાં આવે છે?

    ડેન્ગ્યુ ચાર પ્રકારનાં હોય છે

    ડેન્ગ્યુ ચાર પ્રકારના હોય છે. બીજીવાર ડેન્ગ્યુ થાય તો તેની ગંભીરતા વધારે હોવાની શક્યતા હોય છે. ડેન્ગ્યુમાં સગર્ભા મહિલાઓ અને નાના બાળકોએ દિવસે પણ મચ્છરદાનીમાં સૂવું જોઈએ. કારણ કે આ મચ્છર દિવસે કરડતા હોય છે. ડેન્ગ્યુ ફીવર જમણી સાઈડ પાસળી નીચે દુખે તો લીવરમાં સોજો આવે છે. જો દૂટી નીચે ચારેતરફ દુખાવો થાય તો પેટમાં પાણી ભરાય, ફેફસાની ફરતું પાણી ભરાય અને હ્રદયમાં પાણી ભરાય તેવા કેસમાં સોનોગ્રાફીની જરુર પડે છે. મોટા ભાગના તાવના સંજોગોમાં ઘરેલુ ઉપચાર કરવાની જગ્યાએ ડોક્ટરની સલાહ લેવી હિતાવહ હોવાનું નિષ્ણાતો માની રહ્યાં છે.

    આમ મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરવા માટે જન ભાગીદારી એક માત્ર ઉપાય છે. કોઈ એક સોસાયટી નહિ દરેક મહોલ્લો ગલી, રણેહાંક વિસ્તાર પોતાની આસપાસની ચારથી પાંચ સોસાયટી નક્કી કરે કે આપણી સોસાયટી મચ્છર મુક્ત છે કે કેમ તે ચકાસવું જરુરી છે.
    First published:

    આગામી સમાચાર