Home /News /samachar /

દિલ્હી હાઇકોર્ટે પોલીસને કહ્યું - વીડિયો જોઈને કપિલ મિશ્રા પર FIR નોંધવાનો નિર્ણય લો

દિલ્હી હાઇકોર્ટે પોલીસને કહ્યું - વીડિયો જોઈને કપિલ મિશ્રા પર FIR નોંધવાનો નિર્ણય લો

દિલ્હી હાઇકોર્ટે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા મામલાની સુનાવણી કરતા દિલ્હી પોલીસની કાર્યશૈલી પર સખત ટિપ્પણી કરી

દિલ્હી હાઇકોર્ટે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા મામલાની સુનાવણી કરતા દિલ્હી પોલીસની કાર્યશૈલી પર સખત ટિપ્પણી કરી

  નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસા મામલાની સુનાવણી કરતા દિલ્હી પોલીસની કાર્યશૈલી પર સખત ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે બીજેપી નેતા કપિલ મિશ્રા સામે ભડકાઉ ભાષણ આપવા માટે એફઆઈઆર નોંધવી જોઈએ. કોર્ટે સુનાવણી દરમિયાન પોલીસ અધિકારીઓને પૂછ્યું કે તેમણે એફઆઈઆર કેમ ના નોંધી.

  પ્રભાવિત વિસ્તારમાં સેનાની તૈનાતી પર હાઇકોર્ટે કહ્યું કે અમે આ વિશે હાલ ચર્ચા કરવા માંગતા નથી. અમારે હાલ એ વાત પર ફોક્સ કરવું જોઈએ કે FIR નોંધવામાં આવે. કોર્ટે અધિકારીઓને કાયદો હાથમાં લેનાર સામે સખત વલણ અપનાવવાનો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટે આ મામલાની સુનાવણી ગુરુવાર સવાર સુધી ટાળી દીધી છે.

  આ પણ વાંચો - બીજેપી નેતા કપિલ મિશ્રાનો દાવો, જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે

  કોર્ટમાં બીજેપીના 4 નેતાઓના ભાષણના વીડિયો બતાવ્યા હતા. બુધવારે સુનાવણી દરમિયાન હાઇકોર્ટમાં બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર સંબંધિત વીડિયો દેશના ગદ્દારોને ગોલી મારો...ને પ્લે કરવામાં આવ્યો હતો. આ પછી લક્ષ્મીનગર સીટથી બીજેપી ધારાસભ્ય અભય વર્માનો વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો. આ ગઈકાલ (મંગળવાર) સાંજનો વીડિયો છે. આવું કોર્ટના અરજીકર્તા બતાવી રહ્યા છે. કોર્ટે પૂછ્યું હતું કે ગઈકાલ સાંજનો વીડિયો છે. કોર્ટે પોલીસને કહ્યું કે શું ત્યાં કલમ-144 લાગેલી હતી? પોલીસે બતાવ્યું કે લક્ષ્મીનગરમાં કલમ-144 લાગેલી ન હતી. ત્રીજો વીડિયો બીજેપી નેતા કપિલ મિશ્રાનો છે. કોર્ટે કહ્યું કે અમે આ વીડિયો જોઈ ચૂક્યા છીએ. નથી જોવા માંગતા. આ પછી કોર્ટે પશ્ચિમ દિલ્હીથી બીજેપી સાંસદ પ્રવેશ વર્માનો વીડિયો ચલાવ્યો હતો.

  દિલ્હી હાઇકોર્ટે આ મામલામાં આકરી ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ મુરલીધરે કહ્યું કે દિલ્હી હાઇકોર્ટના રહેતા 1984ના દંગાની ઘટના ફરી થવા દઇશું નહીં. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ પદસ્થ પદાધિકારીઓએ હિંસાના પીડિતો અને તેના પરિવારોની મુલાકાત કરવી જોઈએ. મામલાની સુનાવણી દરમિયાન જજે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે સામાન્ય નાગરિકોને પણ Z શ્રેણી જેવી સુરક્ષા આપવી જોઈએ.
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन