મુંબઇ : મેઘના ગુલઝારની (Meghna Gulzar) ફિલ્મ 'છપાક'(Chhapaak) ફિલ્મનાં ટ્રેલર લોન્ચ પછી ફિલ્મનું પહેલું ગીત રિલીઝ (song) થયું છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ એસિડ અટેક પીડિતાનું કિરદાક નિભાવી રહ્યી છે. 'છપાક'માં એક છોકરીની સાથે એસિડ અટેકની ઘટના અને તેની ન્યાય મેળવવાની લડાઇને બતાવવામાં આવી છે. ફિલ્મમાં વિક્રાતં મૈસી અમોલનાં કિરદારમાં છે. જે માલતીની આ આખી લડાઇમાં તેની સાથે જોવા મળે છે. આ ફિલ્મમાં દીપિકાએ પોતાનાં લુક સાથે ઘણાં જ એક્સપ્રિમેન્ટ કર્યાં છે. છપાકની સાથે જ દીપિકા પાદુકોણ પહેલીવાર પ્રોડ્યુસર પણ બની છે.
આ ફિલ્મનાં પહેલા ગીતને દીપિકાએ (Deepika Padukone) શેર કરતા લખ્યું છે કે, 'Bigdi hui baat ko banata hai,aur ruthe hue ko manata hai pyaar...Here’s Malti & Amol’s #NokJhok '
આ ગીતમાં બંન્ને વચ્ચે ગીતના ટાઇટલની જેમ નાની મોટી નોકઝોક દેખાય છે. ગીતનાં રિલીઝનાં એનાઉન્સમેન્ટમાં તે વાત કહેવામાં આવી છે કે, કેટલીક લડાઇઓ તમારા ચહેરા પર મુસ્કાન લાવે છે. આ ગીત પણ એવું જ છે. ગીતનાં બોલ ગુલઝારે લખેલા છે. આ ગીતનું સંગીત શંકર, ઇશાન, લોયે આપ્યું છે.
આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર હિન્દી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં દીપિકા સાથે વિક્રાંત મૈસી પણ જોવા મળશે. આ પહેલા વિક્રાંત મૈસી ફિલ્મ 'લિપ્સ્ટિક અન્ડર માય બુરખા'માં જોવા મળ્યો હતો. આ સિવાય, મૈસીએ ફિલ્મ ‘હાફ ગર્લફ્રેન્ડ’માં અર્જુન કપૂર સાથે પણ કામ કર્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર