નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ પ્રવાસ (England tour) દરમિયાન રવાના થયા પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના (pakistan cricket team) ત્રમ ખેલાડીઓ કોરોના વાયરસની (coronavirus) ચપેટમાં આવ્યા છે. પાકિસ્તાનના લેગ સ્પેનર શાદાબ ખાન, ફાસ્ટ બોલર હારિસ રઉફ અને 19 વર્ષીય બેસ્ટમેન હૈદર અલીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પીસીબીએ પુષ્ટી કરી
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ત્રણે ખેલાડી હૈદર અલી, હારિસ રઉફ અને શાદાબ ખાનને કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટી કરી છે. પીસીબીએ (PCB) જણાવ્યું હતું કે ત્રણે ખેલાડીઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો ન હતા. પરંતુ ખેલાડી રાવલપિંડીમાં આ ટેસ્ટ દરમિયાન કોરોના પીડિત મળ્યા હતા.
ઈંગ્લેન્ડ નહીં જઈ શકે ત્રણે ખેલાડી
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ રવિવારે ઈંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. આ પહેલા બધા ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ખેલાડી પોઝિટિ મળ્યા હતા. પાકિસ્તાનને ઈંગ્લેન્ડ પ્રવાર માટે 29 સભ્યોની ટીમ પસંદ કરી છે. હવે આમાંથી ત્રણ ખેલાડીઓ શાદાબ ખાન, હૈદર અલી અને હારિસ રઉફને કોરોના થવાની જાણ થઈ છે. હવે આ ત્રણ ખેલાડીઓને ઈંગ્લેન્ડ જવાનું શક્ય નથી. કારણ કે આ ખેલાડીઓની પાકિસ્તાનમાં સારવાર ચાલશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ વધારે જોખમી
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચિકિત્સા અને ખેલ વિજ્ઞાનના ડાયરેક્ટર ડો. સોહેલ અલીમે પાકિસ્તાની ટીમને ઈંગ્લેન્ડ પ્રવાસને જોખમી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ મહામારી દરમિયાન આ પ્રવાસ વધારે જોખમી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર