Home /News /samachar /

IPL બાદ રમાશે મિની આઈપીએલ? સૌરવ ગાંગુલી લઈ શકે છે મોટો નિર્ણય!

IPL બાદ રમાશે મિની આઈપીએલ? સૌરવ ગાંગુલી લઈ શકે છે મોટો નિર્ણય!

BCCIની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં મિની આઈપીએલ અંગે ચર્ચા કરવામાં આવી હતી

BCCIની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં મિની આઈપીએલ અંગે ચર્ચા કરવામાં આવી હતી

  મુંબઈ : જ્યારથી સૌરવ ગાંગુલી (Sourav Ganguly) બીસીસીઆઈ (BCCI)ના અધ્યક્ષ બન્યા છે ત્યારથી સતત ભારતીય ક્રિકેટ ફેન્સને એક પછી અકે સરપ્રાઇઝ મળી રહી છે. હવે અહેવાલ છે કે બીસીસીઆઈ મિની આઈપીએલ (Mini IPL) રમાડવાની યોજના પર વિચાર કરવાનું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મુદ્દે 5 નવેમ્બરે મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં મુદ્દો ઉઠ્યો હતો કે ચેમ્પિયન્સ લીગ બંધ થયા બાદ ખાલી પડેલા સમયને કેવી રીતે ભરી શકાય. એ સમયમાં કઈ ટૂર્નામેન્ટ રમાડી શકાય?

  મિની આઈપીએલ સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં રમાશે?

  ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, બીસીસીઆઈ ચેમ્પિયન્સ લીગ બંધ થયા બાદ ખાલી પડેલી જગ્યાને ભરવા અંગે વિચાર કરી રહી છે. બીસસીઆઈ ટૂંક સમયમાં જ મિની આઈપીએલ પર વિચાર કરી શકે છે. બેઠકમાં આઈપીએલના ચીફ ઓપરેટિંગ અધિકારી હેમાંગ અમીને ગવર્નિંગ કાઉન્સિલને જણાવ્યું હતું કે ચેમ્પિયન્સ લીગ સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં 15થી 20 દિવસ સુધી આયોજિત કરવામાં આવતી હતી. સપ્ટેમ્બર અને ઑક્ટોબર ચેમ્પિયન્સ લીગનો સમય હતો તો એવામાં બીસીસીઆઈને વધુ એક આઈપીએલ લાવવી જોઈએ, જેના કારણે આઈપીએલ બ્રાન્ડનો વિસ્તાર થાય અને બીસીસીઆઈને નાણાકીય ફાયદો પણ મળે.

  બેઠકમાં આ મુદ્દે ચર્ચા બાદ કહેવામાં આવ્યું કે બીસીસીઆઈની બેઠકમાં તેનો નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે ચેમ્પિયન્સ લીગને 5 વર્ષ પહેલા બંધ કરી દેવામાં આવી હતી, જેમાં દુનિયાભરની બેસ્ટ ટી20 લીગ પરસ્પર મુકાબલા કરતી હતી. આ ટૂર્નામેન્ટ 2014 બાદ બંધ કરી દેવામાં આવી હતી.

  વિદેશમાં આઈપીએલ ટીમોને રમવા અંગે પણ વિચાર થયો

  ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં આઈપીએલ ટીમોના આઈસીસીના એસોસિએટ દેશો સાથે મુકાબલાની વાત અંગે પણ ચર્ચા થઈ. બેઠકમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે જુલાઈ અને ઑગસ્ટમાં આઈપીએલ ટીમો એસોસિએટ દેશોમાં જઈને મેચ રમી શકે છે. આ ઉપરાંત બેઠકમાં એમ પણ કહેવામાં આવ્યું કે આઈપીએલ ટીમો વિદેશમાં એક-બીજા સાથે ફ્રેન્ડલી મેચ રમી શકે છે જેના કારણે સમગ્ર દુનિયામાં આઈપીએલના પ્રશંસકો વધશે. જોકે આ મુદ્દે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે કહ્યુ કે આ મુદ્દે મોટા ગ્રુપ સાથે ચર્ચા કરવી જોઈએ.

  આ પણ વાંચો, ભારતની વિરુદ્ધ વનડે સીરીઝ માટે આસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, વર્લ્ડ કપ રમનારા 7 ખેલાડી બહાર!
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन