Home /News /samachar /

2 કલાકમાં મળશે કોરોના મહામારીનો વીમા ક્લેમ, સરકારે જાહેર કર્યા દિશા-નિર્દેશ

2 કલાકમાં મળશે કોરોના મહામારીનો વીમા ક્લેમ, સરકારે જાહેર કર્યા દિશા-નિર્દેશ

કંપનીઓએ ક્લેમથી જોડાયેલી તમામ પ્રક્રિયા માટે 24 કલાક તૈયાર રહેવું પડશે.

કંપનીઓએ ક્લેમથી જોડાયેલી તમામ પ્રક્રિયા માટે 24 કલાક તૈયાર રહેવું પડશે.

    કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ને જોતા તેની સાથે જોડાયેલા ક્લેમ (Claim) અને વીમા કંપનીઓ માટે સરકારે નવા દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. ઇશ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે IRDAI એ ક્લેમ આવેદન મળવા પર 2 કલાકમાં તે માટેનું કામ પૂરું કરવાનું સામાન્ય અને સ્વાસ્થય વીમા કંપનીઓને જણાવ્યું છે. નિયામક આ નિર્ણય તે માટે કર્યો છે કે કોરોના વાયરસથી જોડાયેલા મામલે ક્લેમના કારણે સારવાર અટકી ના પડવી જોઇએ.


    IRDAI નવું સર્ક્યુલર જાહેર કરીને કોવિડ 19ના કારણે ઉત્તપન્ન થયેલી હાલ પરિસ્થિતિન માટે હેલ્થ ઇન્ફાસ્ટ્રક્ચર પર દબાવ ઓછો કરવા માટે તમામ વીમા કંપનીઓને હેલ્થ ઇશ્યોરન્સથી જોડાયેલા ક્લેમની ઝડપથી પૂરા કરવાનું સૂચન કર્યું છે.


    નિયામકે કહ્યું છે કે કંપનીઓએ ક્લેમથી જોડાયેલી તમામ પ્રક્રિયા માટે 24 કલાક તૈયાર રહેવું પડશે. કોરોના ક્લેમને સૌથી પહેલા પ્રાયોરિટી આપવી પડશે. દર્દીના હોસ્પિટલ પહોંચવા અને ક્લેમની અરજી મળ્યાના બે કલાકની અંદર પ્રક્રિયા કરવી પડશે.


    કૈશલેશ સારવાર માટે હોસ્પિટલ અને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન (TPA)થી જેટલી જલ્દી બને તેટલું કાર્યવાહી પૂરી કરવી પડશે. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડના ચીફ એંડરરાઇડટિંગ અને ક્લેમ, સંજય દત્તાએ કહ્યું કે ઇરડાના નવા દિશા નિર્દેશના કારણે કોરોના ક્લેમ પર ફટાફટ કાર્યવાહી કરવામાં તેજી આવશે.


    ચોક્કસથી સરકારના આ નિર્ણયથી અનેક લોકોને લાભ થશે તે કોરોના વારયસ સામે આ કપરા સમયે જંગ લડી રહ્યા છે. ત્યારે સરકારે આ મહામારીનો ભોગ બનનાર લોકોની સહાય માટે આ દિશા નિર્દેશ જાહેર કર્યો છે.
    First published:

    આગામી સમાચાર