વડોદરા : નવલખી ગેંગરેપના બે આરોપીઓ કિશન માથાસુરીયા અને જશા સોલંકીને ગઇકાલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. વકીલોથી ખીચોખીચ અદાલતમાં અડધો કલાક સુધી આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મેળવવા માટે પોલીસ અને સરકારી વકીલે ન્યાયાધીશ સમક્ષ રજૂઆતો કરી હતી. બંને પક્ષની રજૂઆતો સાંભળી અદાલતે બંને આરોપીઓના 8 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે ન્યાયાધીશે આરોપીઓને પૂછ્યું કે આ અંગે તમારે કંઇ કહેવું છે? તે સામે બંન્નેએ કહ્યું કે અમે માની લીધું છે અને માફી પણ માંગી લીધી છે.
આ કેસનાં સરકારી વકીલ અનિલ દેસાઇએ ન્યાયાલયમાં રજૂવાત કરી હતી કે, 'આ બંન્નેએ સગીરાનાં મોંમા ડૂચો નાંખીને ત્રણ વાર દુષ્કર્મ આચર્યું હતું. તેથી ઉંડાણપૂર્વક તપાસ માટે 14 દિવસનાં રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.' તેમ જણાવ્યું હતું.
ગેંગરેપનાં આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા તે પહેલાં જ કોર્ટ લોબીમાં તેમજ રૂમમાં મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યાં હતાં. જેના કારણે પોલીસ કાફલો કોર્ટ ખાતે બોલાવી લીધો હતો. રિમાન્ડ સમયે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા તે સમયે ઉચ્ચે પોલીસ અધિકારીઓ પણ સંકુલમાં હાજર રહ્યા હતા અને ટોળા વચ્ચેથી બન્ને આરોપીઓને સલામત રીતે લાવવામાં આવ્યા હતા. કોર્ટ રૂમમાં જ્યારે આરોપીઓના નકાબ ઉતારવામાં આવ્યો તે સમયે આરોપીઓના ચહેરા જોવા માટે પણ ધક્કામુક્કી થઇ હતી.
જિલ્લા સરકારી વકીલ અનિલ દેસાઈ રજૂઆત કરી હતી કે ગુનાની ગંભીરતા જોઈ આરોપીઓએ જે દુષ્કર્મ આચર્યું છે તેની સચોટ તપાસ કરવાની છે. કઈ રીતે આરોપીઓ સ્થળ પર પહોંચ્યા ? ૭ ફૂટની દીવાલ કઈ રીતે કૂદ્યા? તેની તપાસ કરવાની છે. મેડિકલ તપાસ કરવાની છે. આરોપીના આશ્રય સ્થાનોની તપાસ કરવાની છે.
આ અંગે પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, બંને રેપિસ્ટોને બચવાનો કોઇ જ માર્ગ ન રહે તે રીતે તપાસ કરવામાં આવી રહી છે.બળાત્કારીનો એક સાદો ફોન રિકવર કરવામાં આવ્યો છે. જ્યારે,બીજો એન્ડ્રોઇડ ફોન રિકવર કરવાની તજવીજ ચાલી રહી છે. આ બંને ફોનને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. બંનેએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે , દુષ્કર્મ બાદ અમને ખબર જ નથી એટલે અહીં જ હતા, ભાગી ગયા નથી. ટીવી કે સમાચાર પત્રો પણ નહીં જોતા હોવાથી તેમને કોઇ જાણ નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર