પ્રણવ પટેલ,અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગની ઘોર બેદરકારીનો આરોપ ગોમતીપુરના કાઉન્સિલ ઇકબાલ શેખ દ્વારા લગાવામાઆવ્યો છે . મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર પત્ર લખી પૂર્વ ઝોનના ડેપ્યુટ હેલ્થ ઓફિસર ખરાડા વિરુદ્ધ રજૂઆત કરી છે કે આરોગ્યવિભાગ દ્વારા દવાઓ અને ઓ આર એસના પેકેટ હલકી ગુણવતાના લોકોને અપાતા હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ હર હમેશાં માટે કોઇના કોઇ વિવાદમાં સપડાતી રહી છે . ફરી એક વાર આરોગ્યનીકામગીરી પર સવાલો ઉઠી રહા છે . ગોમતીપુરના કોંગ્રેસ કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને સંબોધનકરી પત્ર લખી , એએમસી પૂર્વ ઝોન આરોગ્ય વિભાગ બેદરકારી મુદ્દે રજૂઆત કરી છે . અને જવાબદાર આરોગ્ય અધિકીર ખરાડી સામેશિક્ષાત્નક પગલા સેવામાં આવે તેવી માંગ કરી છે
ઇકબાલ શેખ દ્વારા પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે કોરોના વાયરસ અમદાવાદ શહેરમાં વિકરાળ સ્વરૂપ લીધો છે . જેમાં અમદાવાદ શહેરના૧૧ વિસ્તાર રેડ ઝોન એટલે કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયા છે . જેમાં ગોમતીપુરનો પણ સમાવશે કરવામાં આવ્યો છે .
પૂર્વ ઝોનનાઆરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાં એક્સપ્રાઇરી ડેટની દવાઓ અને હલકી ગુણવતાના ઓ આર એસના પેકેટ વિતરણ થતી હોવાનુંજાણવા મળ્યું છે . જેના પગલે સ્થાનિકોના આરોગ્ય વિભાગ સામે જન આક્રોશ છે .
આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી અને ગંભીરતા નહોવાથી આ પ્રકારના દવાઓ વિસ્તારના અપાઇ રહી છે . જે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરે છે . આરોગ્ય અધિકારીઓ લોકોનાજીવને જોખમમાં મુકી માનવ હત્યાનું કૃત્ય કરતા હોવાનો ગંભીર આરોપ પત્રમાં કરવામાં આવ્યો છે . આરોગ્ય અધિકારી સામે તાત્કાલિકજાહેર હિતમાં ધ્યાન રાખી શિક્ષાત્મક પગલા લેવા માંગ કરુ છુ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર