Home /News /samachar /

Lockdown 3.0 : શ્રમ કાયદાને 2-3 વર્ષ માટે રદ કરી, 12 કલાક કામની છૂટ આપવા ઉદ્યોગ જગતની માંગ

Lockdown 3.0 : શ્રમ કાયદાને 2-3 વર્ષ માટે રદ કરી, 12 કલાક કામની છૂટ આપવા ઉદ્યોગ જગતની માંગ

ઉદ્યોગ જગતે સરકારથી ઔદ્યાગિક વિવાદ કાનૂન (Industrial Disputes Act)માં છૂટ આપવાની માંગણી કરી

ઉદ્યોગ જગતે સરકારથી ઔદ્યાગિક વિવાદ કાનૂન (Industrial Disputes Act)માં છૂટ આપવાની માંગણી કરી

    કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન (Lockdown) જાહેર કર્યાને આજે 46મો દિવસ છે. લોકડાઉનના કારણે કામ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મજૂરોની કમી અને લિક્વિડિટીની સમસ્યા ઉદ્યોગ જગત માટે ચિંતાનો વિષય બન્યો છે. તેવામાં ઉદ્યોગ જગતે સરકાર સામે પોતાની માંગણીઓને લઇને લાંબુ લિસ્ટ મૂક્યું છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવાર સાથે થયેલી એક બેઠકમાં ઉદ્યોગ જગતથી જોડાયેલા 12 આગેવાનોના સમૂહે કામ કરવાની સીમા 12 કલાક કરવાની અને 2-3 વર્ષ માટે શ્રમ કાનૂનને સ્થગિત કરવાની માંગણી ઉદ્યોગ જગતે કરી છે.


    આ બેઠકમાં લોકડાઉનની સમસ્યા અને તે પછી અર્થવ્યવસ્થાને કેવી રીતે પટરી પર લાવી તે અંગેના પડકારોને જાણવા માટે બોલવવામાં આવી હતી. બેઠકોમાં ઉદ્યોગ જગતના મોટોભાગના આગેવાનોએ કામકાજનો સમય વધારવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે કામ કરવાની સીમા 12 કલાકની થાય તો લોકડાઉન સમયે જે નુક્શાન થયું છે તેની ભરપાઇ થઇ શકે. વળી કર્મચારીઓના બંને તરફથી સામાજીક સુરક્ષાથી જોડાયેલા ખર્ચમાં કપાત કરવાની સલાહ પણ આપવામાં આવી.


    એટલું જ નહીં, ઉદ્યોગ જગતે સરકારથી ઔદ્યાગિક વિવાદ કાનૂન (Industrial Disputes Act)માં ઢીલ આપવાની માંગણી કરી. તેમનો વિચાર છે કે આ કાનૂનમાં ઢીલ આપવાથી લોકડાઉનની અવધીને કામ બંધ (Lay Off) તરીકે મનાય. આમ કરવાથી મજૂરો અને કર્મચારીઓ પ્રતિ ઉદ્યોગ જગતની જવાબદારી ઓછી થાય.


    સાથે જ ઉદ્યોગ જગતે સરકાર દ્વારા ઉદ્યોગ જગત માટે સહાય પેકેર આપવાની માંગણી કરી. સાથે જ ટેક્સમાં પણ રાહત માંગી છે. વળી સસ્તા દરે વિજળી મળે તથા ઉદ્યોગ જગત માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં આવતી જગ્યાને કંટેન્ટમેન્ટ અને નોટ કંટેન્ટમેન્ટ ઝોન બનાવાની સલાહ અપાઇ છે. વળી ઉદ્યોગ જગતનું કહેવું છે કે નોન કંટેન્મેન્ટ વિસ્તારોમાં તમામ આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાની છૂટ આપો.


    આ બેઠકમાં ઉદ્યોગ જગતની સૌથી મોટી સંસ્થા ફિક્કી, સીઆઇઆઇ, એસોટેમ, પીએચડી ચેમ્બર્સ ઓફ કોર્મસ અને લધુ ઉદ્યોગ સમેત ભારતના 12 સંગઠનોએ ભાગ લીધો હતો. જો કે હવે શ્રમ મંત્રીએ આ માંગણી પર વિચાર વિમર્શ કરવાની વાત કહી છે.
    First published:

    આગામી સમાચાર