અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના વધતા કેસ જતા કેસ બાદ ઉચ્ચ અધિકારીઓની રિવરફ્રન્ટ પર મહત્ત્વપૂર્ણ મીટિંગમુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના અંગત સચિવ કે.કૈલાસનાથન, અમદાવાદના ઓએસડી મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, ઓએસડી રાજીવ કુમારની ખાસ બેઠક યોજાઈ છે. આજે સાંજે મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાને કાબૂમાં લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરી હતી.
કોરોના વાયરસના બે પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર વિજય નેહરા હોમ ક્વોરન્ટીન થયા છે અને હાલ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રાજ્યના વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાને નિમવામાં આવ્યા છે. કોરોના વાઇરસને લગતી તમામ સારવાર માટેની સુવ્યવસ્થા, સંકલન અને સુપરવિઝન માટે વિશેષ અધિકારી તરિકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરવામાં આવી છે.
અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસને કાબૂમાં લેવા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ એલર્ટ થઈ ગયા છે. મુખ્ય સચિવથી માંડીને કૈલાસનાથન સહિતના અધિકારીઓ અમદાવાદ આવી પહોંચ્યા અને ભવિષ્યની રણનીતિ ઘડી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. અમદાવાદમાં 24 કલાકમાં 39 મોત થયા છે અને 349 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 4425 કેસ અને 2763 મોત થઈ ગયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ.જયંતિ રવિએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં એક તરફ મોતની સંખ્યા બેકાબુ બની છે. ડૉ.રવિ સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં કોરોના સામેની જંગમાં શહેર વતી કપ્તાની કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સેલ્ફ ક્વૉરન્ટાઇન થયા છે. કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બનેલા બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી નહેરાએ આકરે આ પગલું ભર્યુ છે. નેહરાએ ટ્વીટર પર ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમની જગ્યાએ IAS મુકેશ કુમારને અમદાવાદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર