Home /News /samachar /

જનતા કર્ફ્યૂ : AMCની મોટી કામગીરી,અમદાવાદના 110 જાહેર સ્થળો પર 40,000 લીટર દવાનો છંટકાવ - Video

જનતા કર્ફ્યૂ : AMCની મોટી કામગીરી,અમદાવાદના 110 જાહેર સ્થળો પર 40,000 લીટર દવાનો છંટકાવ - Video

આગામી 3 દિવસ સુધી કામગીરી શરૂ રહેશે અને ભવિષ્યમાં પણ જ્યારે તક મળશે આ કામગીરી શરૂ રાખીશુ : મ્યુનિસિપલ કમિશનર નેહરા

આગામી 3 દિવસ સુધી કામગીરી શરૂ રહેશે અને ભવિષ્યમાં પણ જ્યારે તક મળશે આ કામગીરી શરૂ રાખીશુ : મ્યુનિસિપલ કમિશનર નેહરા

    અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કોરોના વાયરસ (Coronavirus) ની વિરુદ્ધ લડાઈને સફળ બનાવવા માટે લોકોને રવિવારે જનતા કર્ફ્યૂ (Janata Curfew) નો હિસ્સો બનવાનો અનુરોધ કર્યો છે. આ જનતા કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ ખૂબ મોટી કામગીરી કરી છે. AMCએ અમદાવાદ (Ahmedabad) શહેરના 110 સ્થળો પર ફાયર બ્રિગેડની મદદથી દવાનો છંટકાવ કરી જાહેર સ્થળોને સેનિટાઇઝ (Sanitize) કર્યા છે.

    પીએમ મોદીએ કોરોના વાયરસને સંક્રમિત થતો રોકવા માટે સામાજિક અંતર રાખવા માટે રવિવાર સવારના સાત વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ નો પ્રસ્તાવ મૂક્યો હતો. વડાપ્રધાન મોદીની અપીલના સમર્થનમાં પીએમના વતન ગુજરાતે આ અપીલને સફળ બનાવી છે.

    આ પણ વાંચો : Coronavirus : DyCM નીતિન પટેલની જાહેરાત, રાજ્યમાં કોરોનાનાં 18 પોઝિટિવ કેસ, દર્દીઓના નામ જાહેર થશે

    આજે જ્યારે અમદાવાદીઓ ઘરમાં હતા ત્યારે મહાનગરપાલિકાએ આ તકનો લાભ લઈને અમદાવાદના જાહેર સ્થળો પર દવાનો છંટકાવ કર્યો હતો. અમદાવાદમાં 110 કિલોમીટર લાંબા BRTS કોરિડોર પર દવાનો છંટકાવ કર્યો છે. આ ઘટના કદાચ દેશના કોઈ શહેરમાં પ્રથમ વાર બની હશે તેવું જાણકારોનું કહેવું છે.

    આ પણ વાંચો : જનતા કર્ફ્યૂ : PM મોદીના 'ઘરબંધી'ના સમર્થનમાં ગુજરાત સ્વયંભૂ બંધ, કોરોના સામે લોકલડત

    3 દિવસ સફાઈ ચાલશે

    આ સેનિટાઇઝેશન કાર્યક્રમ વિશે માહિતી આપતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું ' શહેરના જાહેર પરિવહન સ્થળો, 250 બાગ બગીચા, બસ મથકો, રીવરફ્રન્ટ સહિતના અનેક જાહેર સ્થળો પર અમને તક મળશે ત્યારે આ કામગીરી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના ફાયર બ્રિગેડના 20 વ્હિકલને આ કામગીરીમાં કામે લગાડવામાં આવ્યા હતા.
    First published:

    આગામી સમાચાર