દીપક પટેલ, નર્મદા : દેશમાં (india) કોરોના વાયરસ (coronavirus)નો હાહાકાર મચી ગયો છે. વડાપ્રધાન મોદી ( PM Modi) દ્વારા દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Lockdown)ની સ્થિતિ પ્રવર્તી છે ત્યારે વિદેશમાં અનેક વિદ્યાર્થીઓ અટવાયા છે. ભારતીયો જુદા જુદા દેશમાં અટવાતા પરેશાન છે પરંતુ દેશ લૉકડાઉન છે ત્યારે મોરેશિયસમાં અભ્યાસ કરવા ગયેલા ગુજરાતી સહિત ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે.
નર્મદાના વિશાલ મહંતે પરિવારને વીડિયો મોકલીને મદદની અપીલ કરી છે. આ લોકડાઉન દરમિયાન ફ્લાઇટો રદ થઈ છે. 25મી તારીખે ફ્લાઇટ આવવાની હતી પરંતુ દેશમાં લોકડાઉનની સ્થિતિના પગલે પ્લેન કેન્સલ થઈ ગયું છે. વિદ્યાર્થીઓ ખાધા-પીધાં વગરના અટવાયા છે ત્યારે તેમણે મદદની અપીલ કરી છે.
દરમિયાન વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ સ્થાનિકો પણ લૉકડાઉન છે. વિદ્યાર્થીઓને જમવાની તકલીફ છે. ખાધા-પીધા વગરના વિદ્યાર્થીઓએ PM મોદી પાસે મદદની અપીલ કરી છે. જોકે, ફક્ત મોરેશિયસ એક માત્ર દેશ નથી જ્યાં આ સ્થિતિ હોય પરંતુ વિદ્યાર્થીઓને કોઈ આશાનું કિરણ દેખાતું નથી તેથી તેઓ હવે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.
બ્રિટનમાંથી (UK) મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રિન્સ ચાર્લ્સ (Prince Charles) નો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ (Coronavirus Positive)આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સને સ્કોટલેન્ડ (Scotland)ખાતે સેલ્ફ આઇસોલેશન (Self-Isolation)માં રાખવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા એવા સમચાર આવ્યા હતા કે બ્રિટનમાં કોરોનાના ખતરાને પગલે રાણી એલિઝાબેથને અન્ય મહેલમાં ખસેડવામાં આવ્યા છે. 71 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ બ્રિટિશ રાજગાદીના ઉત્તરાધીકારીના ક્રમમાં પ્રથમ નંબર પર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર