Home /News /samachar /Rafale પર CAG રિપોર્ટ, કૉંગ્રેસે કહ્યું, હવે સમજમાં આવી ડીલની ક્રોનોલૉજી

Rafale પર CAG રિપોર્ટ, કૉંગ્રેસે કહ્યું, હવે સમજમાં આવી ડીલની ક્રોનોલૉજી

CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દસૉ એવિએશન, અને MBDAએ રાફેલ ડીલની ઓફસેટ જવાબદારીને હજુ સુધી પૂરી નથી કરી

CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દસૉ એવિએશન, અને MBDAએ રાફેલ ડીલની ઓફસેટ જવાબદારીને હજુ સુધી પૂરી નથી કરી

  નવી દિલ્હીઃ ભારતીય વાયુસેના (Indian Air Force)ના જંગી ફાઇટર પ્લેનોને લઈ ફરી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ મહિને ઓફિશિયલ રીતે વાયુસેનાનો હિસ્સો બનેલા રાફેલ (Rafale) પર ભારતના નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (CAG)ના રિપોર્ટ બાદ કૉંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર (Modi Government) પર આરોપ લગાવ્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ CAGના રિપોર્ટના હવાલાથી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, સૌથી મોટી ડિફેન્સ ડીલની ક્રોનોલોજી હવે ખુલીને સામે આવી રહી છે. CAGના નવા રિપોર્ટ સ્વીકાર કરે છે કે ટેક્નોલોજી ટ્રાન્સફરને રાફેલ ઓફસેટમાં હટાવી દેવામાં આવી છે. પહેલા ‘મેક ઇન ઈન્ડિયા’ હવે ‘મેક ઇન ફ્રાન્સ’ બની ગયું. હવે ડીઆરડીઓ (DRDO)ને ટેક્નીકલ હસ્તાંતરણ નહીં થાય. મોદીજી કહેતા રહ્યા ‘સબ ચંગા સી’.

  CAGના બુધવારે જાહેર થયેલા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફાઇટ પ્લેન બનાવનારી ફ્રાન્સની કંપની દસૉ એવિએશન અને યૂરોપની મિસાઇલ નિર્માતા કંપની એમબીડીએએ 36 રાફેલ જેટની ખરીદી સંબંધિત ડીલના હિસ્સાના રૂપમાં ભારતને હાઇટેક ટેક્નોલોજીની રજૂ કરવાના પોતાના ઓફસેટ જવાબદારીઓને હજુ સુધી પૂરી નથી કરી. દસૉ એવિએશન રાફેલ જેટની ઉત્પાદક કંપની છે જ્યારે એમબીડીએએ પ્લેન માટે મિસાઇલ પ્રણાલીની આપૂર્તિ કરી છે.


  સંસદમાં રજૂ થયેલા CAGના રિપોર્ટમાં ભારતની ઓફસેટ નીતિના પ્રભાવની ઝાંખી તસવીર રજૂ કરવામાં આવી છે. CAGએ રિપોર્ટમાં કહ્યું છે કે વિદેશી વિક્રેતાઓ દ્વારા ભારતીય ઉદ્યોગોને હાઇટેક ટેક્નોલોજીનું હસ્તાંતરણ કરવાનો એક પણ મામલો નથી મળ્યો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) મેળવનારા 63 ક્ષેત્રમાંથી રક્ષા ક્ષેત્ર 62માં સ્થાને છે.

  ટેકનીકલ હસ્તાંતરણની પુષ્ટિ નથી કરી - CAG

  CAGએ કહ્યું કે, 36 મધ્યમ મલ્ટી રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (MMRCA)થી સંબંધિત ઓફસેટ ડીલમાં વિક્રેતાઓ મેસર્સ દસૉ એવિએશન અને મેસર્સ એમડીએએ શરૂઆતમાં ડીઆરડીઓને હાઇટેક ટેક્નોલોજી પ્રદાન કરીને પોતાની ઓફસેટ જવાબદારીના 30 ટકાનું નિર્વહન કરવાનો પ્રસ્તાવ કર્યો હતો.

  આ પણ વાંચો, ટ્રમ્પનો દાવો- Johnson & Johnsonની કોરોના વેક્સીન અંતિમ ટ્રાયલમાં, એક જ ડોઝ કરશે કમાલ

  CAG દ્વારા જાહેર એક પ્રેસ બિફિંગ અનુસાર, ડીઆરડીઓ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એન્જિન (કાવેરી)ના સ્વદેશી વિકાસમાં ટેકનીકલ સહાયત પ્રાપ્ત કરવા માંગે છે. અત્યાર સુધી વિક્રેતાઓએ આ ટેકનીકના હસ્તાંતરણની પુષ્ટિ નથી કરી.

  5 રાફેલ જેટની પહેલી ખેપ 29 જુલાઈએ ભારત પહોંચી હતી. આ આપૂર્તિ 36 પ્લેનોની ખરીદી માટે 59,000 કરોડ રૂપિયાના સોદાના એક અંતર-સરકારી સમજૂતી પર હસ્તાક્ષર થયાના લગભગ ચાર વર્ષ બાદ પ્રાપ્ત થઈ.

  ભારતની ઓફસેટ નીતિ હેઠળ, વિદેશી રક્ષા ઉત્પાદ બનાવનારી કંપનીઓને કુલ ખરીદી ડીલના મૂલ્યના ઓછામાં ઓછા 30 ટકા ભારતમાં ખર્ચ કરવાના હોય છે. તે ભારતમાં સ્પેરપાર્ટ્સની ખરીદી તથા રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) કેન્દ્ર સ્થાપિત કરી આ ખર્ચ કરી શકે છે.

  આ પણ વાંચો, સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ભારે ઘટાડો, ભારતમાં આજે Goldનો ભાવ 50 હજાર રૂપિયાની નીચે જવાની શક્યતા

  ઓફસેટ માપદંડ 300 કરોડ રૂપિયાથી વધુના તમામ આયાત સોદા પર લાગુ હોય છે. વિક્રેતા કંપની આ ઓફસેટ જવાબદારીને FDI, ભારતીય કંપનીને નિશુલ્ક ટેક્નોલોજીનું હસ્તાંતરણ કરી કે પછી ભારતમાં બનેલા ઉત્પાદોને ખરીદીને પૂરી કરી કરી શકે છે. ઓફસેટ એટલે સોદાની એક નિશ્ચિત રકમની ભરપાઈ અથયા સમાયોજન ભારતમાં જ કરવામાં આવશે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો