Home /News /samachar /

ચીનને ભારત સાથે જ નહીં આ રાષ્ટ્રો સાથે પણ છે સીમા વિવાદ

ચીનને ભારત સાથે જ નહીં આ રાષ્ટ્રો સાથે પણ છે સીમા વિવાદ

હાલ લદાખ પાસે ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.

હાલ લદાખ પાસે ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.

    ચીન નક્શો રોજ રોજ ફેલાતો જાય છે. એક સમયે જે ચીન ભારતથી દૂર હતું તે આજે લદાખમાં ભારતની આમને સામને આવીને ઊભું છે. ભારત અને ચીનની વચ્ચે લદાખના ગલવાના ખીણમાં સીમા વિવાદ ચાલી રહ્યો હતો. જો કે સોમવાર રાત્રે આ વિવાદ વણસ્યો. લાઇન ઓફ એક્ચ્યુલ કંટ્રોલમાં બંને સેનાની વચ્ચે હિંસક ઝડપ થઇ. જેમાં ભારતીય સેનાનો એક ઉચ્ચ અધિકારી સમેત બે જવાન શહીદ થયા. બીજી તરફ ચીની મીડિયા પોતાના 5 સૈનિકો ગુમાવ્યા હોવાની વાતો કરે છે. 70ની દશક પછી પહેલી વાર એલએસી પણ ભારતીય જવાને શહાદત મેળવી છે.


    જો કે વાતએ છે ચીનની સીમા અને તેના નક્શાની સાઇઝ વધતી જ જાય છે. અતિક્રમણ અને સીમા વિવાદએ ચીનની જૂની રણનીતિનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે ચીનની સાથે વિશ્વના 14 દેશોની સીમા લાગે છે. જાપાન, દક્ષિણ કોરિયા, વિયતનામ અને ફિલિપીન્સ સાથે તેને સમુદ્રી સીમા વિવાદ પણ ચાલી રહ્યું છે. વિશાળ સેનાના દમ પર ચીન પોતાના નક્શો વધરાતું જ જાય છે.


    જો કે હાલ લદાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. ચીન સાથે વિશ્વના 14 દેશોની સીમા લાગે છે. જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમાં ભારત, પાકિસ્તાન, અફધાનિસ્તાન, તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, મંગોલિયા, રશિયા, ઉત્તર કોરિયા. વિયતનામ, લાઓસ, મ્યાંમાર, ભૂટાન અને નેપાળ જેવા રાષ્ટ્રનો સમાવેશ થાય છે. વિચારવા જેવી વાત તો એ પણ છે કે આમાંથી મોટા ભાગના રાષ્ટ્રો સાથે ચીનનો સીમા વિવાદ ચાલી રહ્યો છે.


    સમયની સાથે ચીને અફધાનિસ્તાન, તાજિકિસ્તાન, કજાખસ્તાન, મ્યાંમાર, પાકિસ્તાન અને રશિયા સાથે કેટલીક હદે પોતાનો સીમા વિવાદ શાંત કર્યો છે. વર્તમાન સમયની વાત કરીએ તો ચીનનો સૌથી મોટો સીમા વિવાદ હાલ ભારત અને કેટલીક હદે ભૂટાન સાથે ચાલી રહ્યો છે. ભૂ સીમા સિવાય ચીન પર ચાર દેશો એટલે કે જાપાન, દક્ષિણ કોરિયા, વિયતનામ, ફિલિપીન્સ સાથે સુમદ્ર સીમાને લઇને પણ વિવાદ ચાલી જ રહ્યો છે.


    હાલ ભારત ચીનની લદાખ બોર્ડર પર (India-China Border) પર તણાવ ભરેલી સ્થિતિ છે. લાંબા સમયથી બંને દેશની સીમા અહીં LAC એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પાસે ઊભી છે. અને બંને દેશો આ મામલે એક બીજા સાથે ચર્ચા કરી રહ્યા છીએ. આ વાતની વચ્ચે ભારતે પૂર્વ લદાખની સીમા પર બે મહત્વના રોડ (Road) બનાવાની તૈયારી શરૂ કરી છે. ભારત આ દ્વારા ફોરવર્ડ એરિયામાં કનેક્ટિવિટી વધારવા ઇચ્છે છે. સેના આ વિસ્તારને સબ-સેક્ટર નોર્થ (SSN) કહે છે. અંગ્રેજી છાપા હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા બે અધિકારીઓએ આ નવા રોડ અંગે જાણકારી આપી છે.
    First published:

    આગામી સમાચાર