નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારતના પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તે ગુજરાત આવે તેવી શક્યતા પ્રબળ બની છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે વિગત આપી હતી.
વિજય રુપાણીએ દિલ્હીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે આખા એશિયામાં સાબરમતી નદી સૌથી સ્વચ્છ નદી બની ગઈ છે. જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુનિશ્ચિત કરી છે. જાપાન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી જેવા પ્રમુખ નેતાઓએ પણ નદીના કિનારે પ્રવાસ કર્યો હતો અને તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ રિવરફ્રન્ટ પણ આવશે. જોકે તેમણે તારીખ જણાવી ન હતી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ ફેબ્રઆરીમાં ભારતના પ્રવાસે આવવાના છે.
મોટેરા સ્ટેડિયમમાં થઈ શકે છે ઇવેન્ટ
હાલ આ કાર્યક્રમનું કોઈ વેન્યૂ તૈયાર કરવામાં આવ્યું નથી. જોકે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. અહીં લગભગ 1 લાખ 10 હજાર લોકો બેસી શકે છે. અમદાવાદમાં આ પહેલા પણ ઘણા મોટા કાર્યક્રમનું આયોજન થઈ ચૂક્યા છે. કહેવામાં આવે છે કે ટ્રમ્પનો ભારત પ્રવાસ 24-26 ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે. તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ તાજમહેલ જોવા માટે આગ્રા પણ જઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર