રાજકોટ : ભારતીય ક્રિકેટના ધ વોલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં પોતાના દસ વર્ષ પૂર્ણ કર્યા છે. પૂજારાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને આ વાત જણાવી છે. ચેતેશ્વર પૂજારાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં દસ વર્ષ પૂર્ણ કરવા તે મારા માટે સન્માનજનક અને આશીર્વાદ સમાન છે. તો સાથે જ પોતાના પ્રશંસકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ટ્વિટમાં પૂજારાએ જણાવ્યું છે કે પોતાના પિતાની દેખરેખ હેઠળ તે આજે ભારતીય ક્રિકેટ ટીમમાં સન્માનજનક સ્થાન પર પહોંચી શક્યો છે.
આ સિવાય ચેતેશ્વર પૂજારાએ પોતાના instagram એકાઉન્ટ પર કેટલાક ફોટા પણ શેર કર્યા છે. જે ફોટાની અંદર ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂનો, ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદીનો, ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સદીનો, વન-ડે ક્રિકેટમાં પોતાની ડેબ્યૂ મેચનો, 2019ના વર્ષમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં તે મેન ઓફ ધ સીરીઝ થયો હતો તે સમયના ફોટા શેર કર્યા છે. આ સિવાય પણ બીજા ખાસ ફોટા શેર કર્યા છે.
Truly privileged and blessed to have completed 10 yrs as an Indian cricketer 🇮🇳 🙏.
Growing up playing cricket in Rajkot all those years back, under the watchful eyes of my father, I would never have imagined the journey would bring me here....(continued...)
ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં રાહુલ દ્રવિડને ધ વોલના નામથી ઓળખવામાં આવતા હતા. રાહુલ દ્રવિડે જ્યારે ભારતીય ક્રિકેટ જગતમાંથી પોતાની નિવૃત્તિ જાહેર કરી ત્યારે બધા કહેતા હતા કે રાહુલ દ્રવિડની જગ્યા કોઈ લઇ શકશે નહીં. જોકે જે પ્રકારે ચેતેશ્વર પૂજારાએ બેટિંગ કરી છે તે પછી બધા તેને રાહુલ દ્રવિડની જેમ સન્માન આપવા લાગ્યા છે અને બીજો ધ વોલ ગણાય છે.
ચેતેશ્વર પૂજારા 9 ઓક્ટોબર 2010ના રોજ ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લોરમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો હતો. ચેતેશ્વર પૂજારાના ક્રિકેટ કારકિર્દીની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં તે 77 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં 128 ઇનિંગમાં 5840 રન બનાવ્યા છે. ચેતેશ્વર પૂજારાનો બેસ્ટ સ્કોર 206 રનનો છે. પુજારાએ 18 વખત સદી ફટકારી છે, જેમાં ત્રણ બેવડી સદી છે. વન-ડે મેચની વાત કરવામાં આવે તો પૂજારા પાંચ વન-ડે રમ્યો છે. જેમાં 51 રન બનાવ્યા છે. બેસ્ટ સ્કોર 27 રન છે.
ચેતેશ્વર પૂજારાએ પોતાના ટ્વિટનીની અંદર આજે પોતાની ધપત્ની પૂજાનો પણ જન્મદિવસ હોવાનું જણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર