Home /News /samachar /

પુલવામા હુમલાની વરસી : મોરબીના યુવાન ભામાશાએ શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

પુલવામા હુમલાની વરસી : મોરબીના યુવાન ભામાશાએ શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાની દેશભક્તિ, 1.10 લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો. હજુ કેરળ, કર્ણાટક, તમિલનાડુના બાકી શહીદોના જવાનોના પરિવારને સહાય કરાશે

મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરિયાની દેશભક્તિ, 1.10 લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો. હજુ કેરળ, કર્ણાટક, તમિલનાડુના બાકી શહીદોના જવાનોના પરિવારને સહાય કરાશે

  અતુલ જોષી, મોરબી : મોરબીના ઉદ્યોગપતિ યુવાને પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને મળી 1.10 લાખ કીમી કાપી 58 લાખ રૂપિયાની સહાય હાથો હાથ ચૂકવી હતી આગામી 22 ફેબ્રુઆરીથી કેરળ,કર્ણાટક,તમિલનાડુ ના બાકી રહેલા શહીદ જવાનોના પરિવારોને સહાય આપવાનું શરૂ કરશે.


  મોરબી તમામ જગ્યાએ આવેલ મુસીબતોમાં અગ્રેસર હોય છે જેમાં પુલવામાં માં થયેલા આતંકી હુમલામાં અનેક આર્મીના જવાનો શહીદ થયા હતા.


  આ હુમલામાં આપણા જવાનોની સાથે સાથે યુવા પત્નિઓ ,બાળકો અને વૃદ્ધ માતા પિતાઓના સપનાઓઅને આશાઓએ પણ શહીદી વ્હોરી હતી.


  આ હુમલા બાદ મોરબીમાંથી જાહેર જનતાથી માંડી ,સીરામીક એશો.,કલોક એશો.,કાપડ એશો.સહિતના ઉદ્યોગકારો આર્થિક સહાય માટે આગળ આવ્યા હતા અને એક મેસેજ થી જ કરોડો રૂપિયાનું દાન શહીદોના પરિવારના બેંકોમાં જમા કરાયું હતું તેમજ લોકડાયરો ગોઠવી રૂબરૂ બોલાવી આપવામાં આવ્યા હતા.


  જેમાં મોરબી ના યુવા ઉદ્યોગ પતિ અજય લોરિયાની સેવા કીય પ્રવૃત્તિ ઓ માટે જાણીતા છે જેમાં યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા દ્વારા જમ્મુ કશ્મીરના પુલવામામાં 2019 થયેલા આંતકી હુમલા બાદ પરિવારો ને મળી તેની વેદનાઓ જાણી હતી.


  લોરિયાએ જુદા જુદા 38 રાજ્યોમાં ફરી એક લાખ દસ હાજાર કિલોમીટર ની મુસાફરી કરી શહીદોના પરિવારોને હાથો હાથ રૂપિયા 58 લાખની જંગી સહાય ની આર્થિક મદદ કરી હતી.


  લોરિયાએ ખરા અર્થમાં દેશભક્તિના દર્શન કરાવ્યા હતા એટલું જ નહીં પોતાની ફેકટરીમાં પાકિસ્તાન મુરદબાદ લખેલી સ્પેશ્યલ ટાઈલ્સ બનાવડાવી હતી.


  મોરબી સહિતના શહેરોમાં શૌચાલયો માં ચોંટાડી અનોખો વિરોધ અને રોષ વ્યકત કર્યો હતો ત્યારે પુલવામાં માં થયેલા હુમલા નું આજે 1 વર્ષ પૂર્ણ થતા આજ રોજ થયેલા શહીદ જવાનોને ભારત માતા એમની આત્માને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના કરાઈ હતી.


  તમામ જવાનો માટે ગૌશાળા માં દાન આપી અને આગામી તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ દક્ષિણ ભારતમાં બાકી રહેલા શિહીદો પરિવાર જનોને પણ રૂબરૂ મળી તેઓની વેદના જાણવા માંટે યુવાન અજય લોરીયાએ સંકલ્પ કરી લીધો છે


  આ જ સંકલ્પ ના લીધે યુવા ઉદ્યોગ પતિ અજય લોરીયા તા.22 ફેબ્રુઆરી થી દક્ષિણ ભારતના કેરળ ,કર્ણાટક ,તમિલનાડુ માં પુલવામામાં થયેલા શહીદ જવાનને આર્થિક સહાય આપવા કૂચ ની તૈયારી કરી લીધી છે


  લોરિયાએ આજ દિન સુધીમાં 1.10 લાખ કિલોમીટર ખેડી ને 58 લાખ ની સહાય કરેલ છૅ તે ઉપરાંત દક્ષિણ ભારતમાં અજય લોરીયા બાકી રહેતા પરિવાર જનોને રૂપિયા 17 લાખ થી વધુ રૂપિયા ની આર્થિક સહાય કરવા જઈ રહ્યો છે.


  જો કે હજુ તે આ સહાયની રકમ નો આંકડો વધે તેવા પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે મોરબી ના યુવા ઉદ્યોગ પતિ અજય લોરીયાએ ખરા અર્થમાં દેશભક્તિની મિસાલ કાયમ કરી છે તેમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી.


  જોકે, આ યુવાને કેવડિયા ખાતે પીએસઆઈ એ કરેલ આત્મહત્યા માં પણ તેની પુત્રીના ભવિષ્ય માટે રોકડ રકમ દાન કરી હતી ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયા મોરબીના યુવા ભામાશાની પ્રતીતિ કરાવે છે.


  ઉલ્લેખનીય છે કે ગત 14મી ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં ઘાતકી હુમલો થયો હતો.


  આ હુમલામાં IED બ્લાસ્ટના કારણે સીઆરપીએફની બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


  હુમલામાં CRPF જવાનોનો મોટો કાફલો શહીદ થયો હતો જેના પરિવાર માટે દેશભરમાંથી સહાયતાનો ધોધ વરસ્યો હતો. આ સહાયતાને ખરાઅર્થમાં શરૂ રાખવા મોરબી આગળ આવ્યું હતું.


  રિયાએ નાની ઉંમરે દેશભક્તિનું મોટું કામ કરી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કાઠું કાઢ્યું છે. પોતાના ધંધા સાથે સેવાકિય પ્રવૃતિ કરી અને તેમણે સમાજને સારો સંદેશો આવ્યો છે.
  First published:

  આગામી સમાચાર