નવી દિલ્હી : લોકસભા (Lok Sabha)માં બજેટ સત્ર 2020 (Budget 2020) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અયોધ્યા (Ayodhya) સ્થિત શ્રીરામ જન્મસ્થળ (Ramjanm Sthal) સાથે જોડાયેલા ન્યાસ સંબંધી જાણકારી આપી છે. વડાપ્રધાને કહ્યું કે રામજન્મભૂમિ સાથે જોડાયેલો મુદ્દો મારા દિલથી ખૂબ નજીક છે.
પીએમ મોદીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર યોજના તૈયાર કરવામાં આવી રહી છે. રામ મંદિર સાથે જોડાયેલા ન્યાસની જાહેરાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ટ્રસ્ટનું નામ- શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર હશે અને આ ટ્રસ્ટ તેના સાથે જોડાયેલા તમામ નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહેશે.
PM Modi in Lok Sabha: After the verdict on the Ram Janmabhoomi issue came out, the people of India displayed remarkable faith in democratic processes and procedures. I salute the 130 crore people of India. https://t.co/36Ns4LKeQ5
પીએમ મોદીએ જાણકારી આપી કે અયોધ્યામાં અધિગ્રહિત 67 એકર જમીન રામ મંદિર ટ્રસ્ટને આપવામાં આવી છે. પીએમે કહ્યું કે ઉત્તર પ્રદેશ, અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવા પર સહમત થઈ ગયું છે.
તેઓએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ચુકાદો રામ મંદિરના પક્ષમાં આપ્યો હતો. તેમાં સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન આપવા માટે પણ કહ્યું હતું. આજ સવારે એક બેઠકમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુરુપ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે શું આપ્યો હતો ચુકાદો?
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ એ 9 નવેમ્બરે ઐતિહાસિક ચુકાદો આપતાં એક સદી કરતાં વધુ જૂના કેસમાં અયોધ્યામાં વિવાદિત સ્થળ પર રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરી દીધો અને સાથમાં વ્યવસ્થા આપી કે પવિત્ર નગરીમાં મસ્જિદ માટે પાંચ એકર વૈકલ્પિક જમીન આપવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે વિવાદિત 2.77 એકર જમીન હવે કેન્દ્ર સરકારના રિસીવર પાસે રહેશે, જે તેને સરકાર દ્વારા બનાવવામાં આવેલા ટ્રસ્ટને સોંપશે. પીઠે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે ત્રણ મહિનાની અંદર એક ટ્રસ્ટ બનાવવામાં આવે.
તત્કાલીન ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે સર્વસંમિતથી નિર્ણય લીધો અને કહ્યું હતું કે હિન્દુઓનો એ વિશ્વાસ નિર્વિવાદ છે કે સંબંધિત સ્થળ પર જ ભગવાન રામનો જન્મ થયો હતો તથા તે પ્રતીકાત્મક રીતે ભૂમિના માલિક છે.