Home /News /samachar /

આ ગુજરાતી નાણા મંત્રીના નામે છે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

આ ગુજરાતી નાણા મંત્રીના નામે છે સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

જાણો અત્યાર સુધી કયા નાણા મંત્રીએ દેશ માટે કેટલીવાર રજૂ કર્યું બજેટ

જાણો અત્યાર સુધી કયા નાણા મંત્રીએ દેશ માટે કેટલીવાર રજૂ કર્યું બજેટ

    નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2020ના રોજ દેશ માટે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જાણો અત્યાર સુધી કેટલા નાણા મંત્રી કેટલીવાર દેશ માટે બજેટ રજૂ કરી ચૂક્યા છે.


    મોરારજી દેસાઈએ દેશમાં સૌથી વધુ 10 વાર બજેટ રજૂ કર્યું છે. જ્યારે બીજા નંબરે પી. ચિદમ્બરમનું નામ આવે છે. તેઓએ 9 વાર દેશ માટે બજેટ રજૂ કર્યું હતું.


    ત્રીજા નંબરે સૌથી વધુ વાર પ્રણવ મુખર્જીએ 8 વાર બજેટ રજૂ કર્યું. ચોથા નંબરે મનમોહન સિંહ છે તેઓએ 6 વાર બજેટ રજૂ કર્યું છે.


    અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહેલા યશવંત સિન્હાએ અત્યાર સુધી 6 વાર બજેટ રજૂ કર્યું છે. તેમના પછી સીડી. દેશમુખનું નામ આવે છે જેઓએ 5 વાર બજેટ રજૂ કર્યું છે.


    વાઇ.બી. ચૌહાણની વાત કરીએ તો તેઓએ પાંચ વાર બજેટ રજૂ કર્યું. જ્યારે મોદી સરકારમાં નાણા મંત્રી રહેલા અરુણ જેટલી પણ પાંચ વાર બજેટ રજૂ ચૂક્યા હતા.


    આઝાદી બાદથી લઈને અત્યાર સુધી અનેક એવા નાણા મંત્રી રહ્યા છે જેઓએ 4, 3, 2 અને એક વાર પણ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે.
    First published:

    આગામી સમાચાર