નાણા મંત્રી નિર્મલા સીતારમણ ફરી એકવાર 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. જાણો તેની ટીમમાં કયા-કયા અધિકારીઓ સામેલ છે. આ ઉપરાંત એ ગુજરાત કેડરના IAS અધિકારી વિશે જાણો જેમની બજેટ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા છે.
નાણા મંત્રીના ફાઇનાન્સ સેક્રેટરી રાજીવ કુમાર છે. તેઓ 1986 બેચના ઝારખંડ કેડરના આઈએએસ અધિકારી છે.
તુહીન કાંત પાંડેય નાણા મંત્રાલયમાં ડિસઇન્વેસ્ટમેન્ટ સેક્રેટરી છે. તેઓ 1987 બેચના IAS અધિકારી છે. તેમનું કેડર ઓડિશા છે.
અજય ભૂષણ પાંડેય નાણા મંત્રાલયમાં રેવન્યૂ સેક્રેટરી છે. તેઓ 1984 બેચના મહારાષ્ટ્ર કેડરથી સંબંધિત આઈએએસ અધિકારી છે.
ઇકોનૉમિક અફેર્સ સેક્રેટરીની વાત કરીએ તો તેઓ 1985 બેચના અતનુ ચક્રવર્તી છે. તેમનો સંબંધ ગુજરાત કેડરની સાથે છે.
ટીવી સોમનાથન એક્સપેન્ડિચર સેક્રેટરી છે. તેઓ 1987 બેચના IAS અધિકારી છે. તેમનો સંબંધ તમિલનાડુ કેડરના છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર