વર્ષ 2019માં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટનું નવું નામ 'વહીખાતું' આપ્યું. એટલું જ નહીં તેમણે બજેટના કાગળો રાખવા માટે બ્રીફકેસના બદલે મખમલના લાલ કપડાંના પેકેટનો ઉપયોગ કર્યો હતો.
નિર્મલા સિતારમણ પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી છે જેમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હોય. ઇન્દિયા ગાંધીએ પોતાના PM તરીકેના કાર્યકાળ દરમિયાન નાણામંત્રીનો વધારાનો ચાર્જ સંભાળ્યો હતો.
આર.કે. શનમુખમ ચેટ્ટીએ તા. 26 નવેમ્બર, 1947ના રોજ સ્વતંત્ર ભારતનું પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.
સૌથી વધારે 10 વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે નોંધાયેલો છે.
2017થી રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે ભેળવી દેવાયું હતું. આ પહેલા રેલવે બજેટ અલગથી રજૂ થતું હતું.
જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એવા વડાપ્રધાનો છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.
1999 પહેલા કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું.
2016 સુધી કેન્દ્રીય બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ કરવામાં આવતું હતું. પૂર્વ નાણામંત્રી (સ્વ) અરુણ જેટલીએ 2017માં આ પ્રથમ બદલી, અને પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું.
ગુપ્તતા જાળવવા માટે 'હલવા સેરેમની' પછી બજેટ તૈયાર કરતા લોકો એક જગ્યાએ 'બંધ' રહે છે.
વર્ષ 2019માં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટનું નવું નામ 'વહીખાતું' આપ્યું.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર