
દેશમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેના સાથે જોડાયેલી અનેક રસપ્રદ માહિતીઓ પણ છે. આવો જાણીએ આ રોચક બજેટ ફેક્ટ્સ વિશે ખાસ વાતો...

આઝાદ ભારત એટલે કે 1947 બાદ દેશનું પહેલું યૂનિયન બજેટ આર. કે. ષણુમુખમ શેટ્ટીએ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કર્યું હતું.

દેશમાં સૌથી વધુ 10 વાર યૂનિયન બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે નોંધાયો છે.

ઈન્દિરા ગાંધી યૂનિયન બજેટ રજૂ કરનારી પહેલી મહિલા નાણા મંત્રી હતી.

પહેલા રેલવે અને યૂનિયન બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતા હતા. 2017માં બંનેને એક સાથે રજૂ કરવાની પરંપરા શરૂ કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધી ત્રણેય એવા વડાપ્રધાન રહ્યા જેઓએ બજેટ રજૂ કર્યું.

1999 સુધી યૂનિયન બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું.

2016 સુધી યૂનિયન બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ થયું. પરંતુ 2017માં જેટલીએ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું.

બજેટની ગોપનીયતા કાયમ રાખવા માટે આઈબીના એજન્ટ્સ સામેલ થાય છે. તેઓ તેમાં સામેલ અનેક લોકો પર ચાંપતી નજર રાખે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર