Budget 2020 : બજેટ પહેલા જ હિન્દુસ્તાન યૂનિલીવરે (hindustan unilever) આમ આદમીને મોટો ઝટકો આપ્યો છે. એફએમસીજી (FMCG) કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ તબક્કાવાર સાબુઓની કિંમતોમાં છ ટકા વધારો કરશે. કંપનીએ કહ્યુ છે કે પામ તેલની કિંમતોમાં વધી રહેલા ખર્ચને કારણે કંપનીઓ આ પગલું ભર્યું છે. નોંધનીય છે કે કંપનીની એવી ઘણી પ્રોડક્ટ્સ છે જે લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે.
સાબુની કેટેગરીમાં કંપનીની પ્રસિદ્ધ બ્રાન્ડ
સાબુની કેટેગરીમાં HUL અગ્રણી કંપની છે. કંપનીની પ્રસિદ્ધ બ્રાન્ડમાં ડવ, લક્સ, લાઇફબૉય, પીયર્સ, હમામ, લિરિલ અને રેક્સોના જેવા સાબુ છે. એચયૂવીના મુખ્ય નાણા અધિકારી શ્રીનિવાસ પાઠકે કહ્યુ કે, છેલ્લા છ મહિનામાં પામ તેલની કિંમતમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. પાઠકે ત્રીમાસિક પરિણામોની જાહેરાત બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યુ કે અમે સાબુની કિંમતો વધારીશું.
જે અંતર્ગત કિંમતોમાં પાંચથી છ ટાકનો વધારો થશે. આ વધારો તબક્કાવાર કરવામાં આવશે. ડિસેમ્બર, 2019ના પૂરા થતા ત્રિમાસિક ગાળામાં એચયૂએલનો ચોખ્ખો નફો 12.95 ટકા વધીને 1,631 કરોડ થયો છે. આ દરમિયાન કંપનીનું વેચાણ 3.87 ટકા વધીને 9,953 કરોડ રૂપિયા રહ્યું છે.
પામ તેલની કિંમતો શા માટે વધી?
નોંધનીય છે કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ અને સીએએના વિરોધમાં ભાષણ આપ્યા બાદ ભારતે મલેશિયા પાસેથી પામ તેલની આયાત રોકી દીધી છે. ભારત વર્ષે આશરે 1.5 કરોડ ટન વનસ્પતિ તેલની આયાત કરે છે. જેમાં પામ તેલનો હિસ્સો 90 ટકા છે. બાકી 60 લાખ ટન સોયાબીન અને સૂરજમૂખી તેલની આયાત થાય છે. પામ તેલ મુખ્યત્વ ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર