Home /News /samachar /

સુરતઃ સબંધીને મળીને પરત ફરતી મહિલાને BRTS બસની ટક્કરથી મોત

સુરતઃ સબંધીને મળીને પરત ફરતી મહિલાને BRTS બસની ટક્કરથી મોત

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં બીઆરટીએસ બસે મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં બીઆરટીએસ બસે મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

    સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં બીઆરટીએસ બસે મહિલાને અડફેટે લીધી હતી. જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બીઆરટીએસ રૂટમાં પસાર થતી મહિલાને બસની અડફેટે મોત થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. અને લોકોના ટોળાં એકઠાં થયા હતા. (પ્રજ્ઞેશ વ્યાસ, સુરત)


    મળતી માહિતી પ્રમાણે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સમ્રાટ સ્કૂલની સામે બીઆરટીએસ રૂટમાં કુસુમબહેન નામની 48 વર્ષીય મહિલા પસાર થતા હતા. આ સમયે ફૂલ સ્પીડે આવેલી બીઆરટીએસ બસે અડફેટે લીધા હતા. જેના પગલે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.


    આ અંગે કુસુમબેનના પતિએ જણાવ્યું હતું કે, હું શાકમાર્કેટમાં નોકરી પર ગયો હતો. ત્યારે મને મારી પત્નીના ફોન ઉપરથી ફોન આવ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારી પત્નીનો અકસ્માત થયો હતો. જેના પગલે હું દોડી આવ્યો અને આવીને જોયું તો લોકોનું ટોળું એકઠું થયેલું હતું.


    તો બીજી તરફ આ વિસ્તારના એસીપી વસાવાએ જણાવ્યું હતું કે, કુસુમબહેન તેમના પરિવારના સભ્યને મળવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા. અને તેઓ બીઆરટીએસ રૂટમાંથી પસાર થતાં હતા ત્યારે આ ઘટના બની છે.


    એસપી વસાવાએ જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક તપાસ ચાલું છે ફરિયાદ લઇશું અને ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરીશું.
    First published:

    આગામી સમાચાર