આ અઠવાડિયે શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મને ઘણાં ભળતા રિવ્યુઝ મળ્યા છે. આ રિવ્યુઝ બાદ પણ 'કબીર સિંહ'એ પહેલાં દિવસે ધમાકેદાર કમાણી કરી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મનાં ઓપનિંગ કલેક્શન ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શેર કરી છે. 'કબીર સિંહ' શાહિદ કૂપરનાં કરિઅરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર સાબિદ થઇ છે. પહેલા દિવસની કમાણી જોતા તે વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મોની લિસ્ટમાં શામેલ થઇ શકે છે.
બોક્સ ઓફિસ આંકડાની માનીયે તો શાહિદ કપૂરની 'કબીર સિંહ' શુક્રવારે એટલે કે ઓપનિંગ ડે પર 20.21 કરોડની કમાણી કરી છે. નોન હોલિડે પર રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અજય દેવગણની ફિલ્મ 'ટોટલ ધમાલ'ને પછાડી દીધી છે. આ સાથે જ 'પદ્માવત'ને પછાડતા આ ફિલ્મ શાહિદ કપૂરનાં કરિઅરની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. 'પદ્માવત'ની પહેલાં દિવસની કમાણી 19 કરોડ રૂપિયા હતી.
આપને જણાવી દઇએ કે શાહિદ કપૂરની 'કબીર સિંહ' સુપરહિટ તેલુગૂ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મને એક્ટર વિજય દેવરાકોડાને રાતો રાત સ્ટાર બનાવી દીધો હતો. આ ફિલ્મ શાહિદ કપૂર માટે પણ શાનદાર સાબિત થશે. હવે આ ફિલ્મ શનિ રવિમાં કેવો બિઝનેસ કરે છે તે જોવાનું રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર