Home /News /samachar /

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા: નેપોટિઝ્મ પર છંછેડાઈ ઉગ્ર ચર્ચા, આ લોકો પર છે આરોપ

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા: નેપોટિઝ્મ પર છંછેડાઈ ઉગ્ર ચર્ચા, આ લોકો પર છે આરોપ

છિછોરે ફિલ્મ હિટ થયા બાદ સુશાંત સિંહ રાજપૂતે સાત ફિલ્મ સાઈન કરી હતી. છ મહિનામાં તેના હાથમાં આ તમામ ફિલ્મો નીકળી ગઈ. કેમ?

છિછોરે ફિલ્મ હિટ થયા બાદ સુશાંત સિંહ રાજપૂતે સાત ફિલ્મ સાઈન કરી હતી. છ મહિનામાં તેના હાથમાં આ તમામ ફિલ્મો નીકળી ગઈ. કેમ?

  સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંદરથી ભેદભાવને લઈ ભાઈ-ભત્રીજાવાદ, બહારનો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા પરિવારનો અથવા કોઈ ગોડફાધર સાથે જોડાયેલો અને ગોડફાઝધર વગર સંઘર્ષ કરનારની લોબી વહેંચાયેલી હોવાના પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. એવામાં કંગના રનૌત, કોએના મિત્રા, અનુભવ સિન્હા, નિર્માતા નિખિલ દિવેદીની સાથે હેર સ્ટાઈલિસ્ટ સપના મોતી ભવનાની અને ખેલ જગતના બબીતા ફોગાટ જેવા તમામ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે.

  નિષ્ઠુરતાએ એક પ્રતિભાશાળી કલાકારને મારી નાખ્યો

  ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જ કેટલાક લોકો આરોપ લગાવી રહ્યા છે કે, બોલિવુડમાં બહારના કહીને સુશાંતને ઈગ્નોર કરવામાં આવી રહ્યો હતો. એ પણ આરોપ છે કે, તેને સમારોહ, લગ્ન, પાર્ટીઓમાં બોલાવવામાં આવતો ન હતો. કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું કે, છિછોરે ફિલ્મ હિટ થયા બાદ સુશાંત સિંહ રાજપૂતે સાત ફિલ્મ સાઈન કરી હતી. છ મહિનામાં તેના હાથમાં આ તમામ ફિલ્મો નીકળી ગઈ. કેમ? ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નિષ્ઠુરતા એક અલગ લેવલ પર કામ કરે છે. આજ નિષ્ઠુરતાએ એક પ્રતિભાશાળી કલાકારને મારી નાખ્યો. સુશાંતને વિનમ્ર શ્રદ્ધાંજલિ!

  સુશાંત પોતે કેટલીક વખત કહી ચુક્યો હતો કે, બોલિવુડમાં તેમના કોઈ ગોડફાધર નથી. બોલિવુડમાં નેપોટિઝમની ઉગ્ર ચર્ચાને કંગના રનૌતે એકવાર ફરી જોર-શોરથી ઉઠાવી છે.



  સુશાંતસિંહ રાજપૂતની ચર્ચાસ્પદ ફિલ્મો

  ટેલિવિઝન ધારાવાહિક પવિત્ર રિશ્તામાં નિભાવવામાં આવેલા કિરદારથી ફેમસ થયેલા સુશાંત સિંહ રાજપૂતને 2013માં કાય પો છે ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. તેણે શુદ્ધ દેશી રોમાંસ, એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, રાબતા, કેદારનાથ અને સોનચિડિયા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

  કપૂર ખાનદાન

  બોલિવુડમાં રાજ કપૂર પરિવાર સૌથી મજબૂત માનવામાં આવે છે. લગભગ 4 પેઢીથી આ પરિવારના લોકો બોલિવુડમાં એક્ટિવ છે. પૂરી ફેમિલી ફિલ્મોનું જ કામ કરે છે. જેમાં ફિલ્મ નિર્માણ, ડાયરેકશન, એક્ટિંગ અને અન્ય કામ કરે છે. સાથી પહેલા પરિવારવાદનો આરોપ રાજ કપૂર પર લાગ્યો. તેમના પર આરોપ હતો કે, તે પોતાના પરિવાર અને ખાસ લોકોને જ ફિલ્મોમાં કામ આપે છે. રાજ કપૂરે મોટાભાગની ફિલ્મો પોતાના પરિવારના લોકોને સાથે રાખી જ બનાવી હતી.

  સલમાનના કારણે વિવેક ઓબેરોયને કામ મળવામાં પડતી હતી મુશ્કેલી

  સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ લોકો એકવાર ફરી સલીમખાનના દીકરા સલમાન ખાન અને તેમની ફેમિલીને ટારગેટ કરી રહ્યા છે. ફિલ્મ દબંગનું ડાયરેક્શન કરી ચુકેલા અભિનવ કશ્યપે જ સલમાન ખાન અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. બોલિવુડમાં આ વાત બધા જ લોકો જાણે છે કે, સલમાન જે લોકોને પસંદ નથી કરતો તેમને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ જાય છે. વિવેક ઓબેરોય તેનું ખાસ ઉદાહરણ છે. સલમાન પોતાની ફિલ્મોમાં નજીકના લોકો, ફેમિલિના મેમ્બર્સ અથવા પોતાના ખાસ લોકોને જ મોકો આપે છે.

  કરણ જોહરના ટોક શોમાં કંગનાએ તેમના પર લગાવી દીધો હતો નેપોટિઝ્મનો આરોપ

  નેપોટિઝ્મ માટે કોઈ નિર્દેશક અથવા નિર્માતા તરીકે સૌથી વધારે ખરાબ છબી કરણ જોહરની છે. કરણ જોહરને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા છે. કરણ જોહરના ટોક શોમાં તો કંગના રનૌતે તો સીધો તેમના પર નેપોટિઝ્મનો આરોપ લગાવી દીધો હતો. કરણ જોહર પર શહેરોથી આવેલા કલાકારો અને નવા કલાકારોને મોકો નહીં આપવાનો આરોપ છે.

  યશરાજ પ્રોડક્શન પણ ખાસ લોકોને જ આપે છે મોકો

  ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યશરાજ પ્રોડક્શનની એક અલગ પ્રતિષ્ઠા છે. યશરાજ પ્રોડક્શન પર આરોપ છે કે તે કેટલાક ખાસ લોકો સાથે ફિલ્મ કરે છે. યશરાજ બેનરે નાની ફિલ્મોમાં નવા કલાકારોને મોકો આપ્યો છે, પરંતુ નવા કલાકારો સાથે યશરાજ કેટલીક ફિલ્મોનો કોન્ટ્રાક્ટ કરાવ્યા બાદ તેમને કામ આપે છે. આ સામાન્ય સમજ માટે જબરદસ્તી છૂટક મજદૂરી કરાવવાનું પણ કહેવામાં આવે છે.

  રાકેશ રોશન પર પણ છે આરોપ

  નિર્માતા અને નિર્દેશક રાકેશ રોશન પર પણ નેપોટિઝ્મનો આરોપ છે. ઘણા સમયથી તે માત્ર પોતાના પુત્ર રિતિક રોશન સાથે જ ફિલ્મ બનાવી રહ્યા છે. આ પહેલા પણ તે માત્ર સલમાન અને શાહરૂખ જેવા મોટા કલાકારો સાથે જ કામ કરતા રહ્યા છે. કંગના રનૌતે રાકેશ રોશન પર પણ નેપોટિઝ્મનો આરોપ લગાવ્યો હતો.
  First published:

  આગામી સમાચાર