Home /News /samachar /

#Photo:'ચુલબુલ પાંડે' સલમાન ખાનને હેલોવીનમાં મળી 'ચુલબુલી' પ્રીતિ ઝિન્ટા

#Photo:'ચુલબુલ પાંડે' સલમાન ખાનને હેલોવીનમાં મળી 'ચુલબુલી' પ્રીતિ ઝિન્ટા

સલમાન ખાનની ફિલ્મ 'દબંગ-3' ટૂંક સમયમાં રિલિઝ થનારી છે ત્યારે હેલોવીન ઉપર દબંગ-3ના ચુબલુલ પાંડેને પ્રીતિ ઝિન્ટા મળી છે. હેલોવીન ડે ઉપર પ્રીતિ ઝિન્ટાએ ચુલબુલ પાંડે ઉર્ફ સલમાન ખાન સાથે ફોટો શૅર કરી છે.

સલમાન ખાનની ફિલ્મ 'દબંગ-3' ટૂંક સમયમાં રિલિઝ થનારી છે ત્યારે હેલોવીન ઉપર દબંગ-3ના ચુબલુલ પાંડેને પ્રીતિ ઝિન્ટા મળી છે. હેલોવીન ડે ઉપર પ્રીતિ ઝિન્ટાએ ચુલબુલ પાંડે ઉર્ફ સલમાન ખાન સાથે ફોટો શૅર કરી છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ સ્ટાર (bollywood star) સલમાન ખાન (Salmankhan)ની ફિલ્મ દબંગ-3 'Dabangg-3' રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મનો ટ્રેલર રિલિઝ થઇ ચૂક્યું છે. આ ટેલર ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યું છે. ફિલ્મમાં સલમાન ખાન પોલીસ મેન ચુલબુલ પાંડેનું પાત્ર નિભાવે છે. જેમ જેમ ફિલ્મ રિલિઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ સલમાન ખાન ફિલ્મના પ્રમોશન માટે નવી નવી રીતો અપનાવે છે.


    હેલોવીન ડે (Halloween day) ઉપર પ્રીતિ ઝિન્ટાએ (Preity Zinta) ચુલબુલ પાંડે ઉર્ફ સલમાન ખાન સાથે ફોટો શૅર કરી છે. ફોટો શૅર કરતા પ્રીતિ ઝિન્ટાએ લખ્યું છે કે હેલોવીનમાં યુ.પીમાં કોઇ ખાસ વ્યક્તિને મળી. બોલો કોણ?, વિચારો અને જણાવો? હેપ્પી હેલોવીન! આ ફોટોમાં પ્રીતિ ઝિન્ટા પોલીસની ટીશર્ટ પહેરેલી નજર આવી રહી છે. ચુલબુલ પાન્ડે સ્ટાઇલમાં કૉલર ઉપર પાછળના ભાગે ચશ્માલગાવ્યા છે.


    હેલોવીન ઉપર પ્રીતિએ સલમાન ખાન સાથેની એક તસવીર શૅર કરી છે. આ ફોટોમાં પ્રીતિ અને સલમાન બંને સામેની બાજુ જોઇ રહ્યા છે.


    ઉલ્લેખનીય છેકે દબંગ 3માં સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા, સઈ માંઝરેકર અને સુદીપ કિચ્ચા મહત્વની ભૂમિકામાં નિભાવતા દેખાશે. દબંગ-3નેપ્રભુદેવા ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મના ટેલર રિલિઝ થયા પછી સલમાન ખાને પોતાની ફિલ્મ ફ્લોપ થશે હેવી ટિપ્પણી પણ કરી હોવાના સમાચાર મીડિયામાં આવ્યા હતા.


    હેલોવીન ઉપર જૉન અબ્રાહમે પોતાની આવનારી ફિલ્મ 'પાગલપંતી'નું પોસ્ટર શૅર કર્યું છે. આ પોસ્ટરમાં જૉન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી અને પુલકિત સમ્રાટ પોતાના હેલોવીન લુકમાં નદર આવી રહ્યા છે.
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन