ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડના (Bollywood) ભાઇજાન સલમાન ખાનની (Salman Khan) એ ફિલ્મ જેની તેમના ચાહકો અધીરાઈથી રાહ જોઇ રહ્યા હતા. છેવટે એ 'દબંગ 3'નું ટ્રેલર રિલિઝ થયું છે. સલમાન ખાને પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે તે પોતાની ફિલ્મ 'દબંગ-3'નું પ્રમોશન ચુલબુલ પાંડેના (chulbul pandey) અંદાજમાં જ કરશે.
આ ફિલ્મમાં એકવાર ફરીથી સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, અને અરબાઝ ખાન નજરમાં આવશે. જ્યારે ફિલ્મમાં નવી એન્ટ્રીમાં મહેશ માંજરેકરની પુત્રી સઇ માંજરેકર દેખાશે. જે ફિલ્મમાં સલમાન ખાનની 'બેબી' બનેલી નજર આવશે.
ફિલ્મનું ટ્રેલર ખુબ જ દમદાર છે. સલમાન ખાન ચુલબુલ પાંડેના લુકમાં ખુબ જ શાનદાર દેખાય છે. જ્યારે ફિલ્મમાં સોનાક્ષી ફરીથી રજ્જો બને છે. સલમાન ખાન આ ફિલ્મમાં 'પોલીસ વાલા ગુંડા' (policewala gunda) બનેલા દેખાય છે. ફિલ્મમાં સલમાનની સાથે સઇ માંજરેકર રોમાન્સ કરતી નજરે પડી રહી છે. આ ટ્રેલરમાં તમને ઘણા બાધા દમદાર ડાયલૉગ પણ સાંભળવા મળશે.
આ ફિલ્મનું નિર્દેશન પ્રભૂ દેવા કરી રહ્યા ચે. આ ફિલ્મમાં એકવાર ફરીથી સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) રજ્જોના પાત્રમાં દેખાશે. આ ઉપરાંત મહેશ માંજરેકરની (mahesh manjrekar) પુત્રી સઇ માંજરેકર (saiee manjrekar) પણ આ ફિલ્મથી બૉલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી ચે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના દિવસે રિલિઝ થશે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને અરબાજ ખાનની પહેલી ફિલ્મો દબંગ અને દબંગ -2 પણ ફિલ્મ જગતમાં ખૂબ જ લોકપ્રિય રહી હતી. અને બોક્સ ઓફિસમાં પણ ભારે કમાણી કરી હતી. આ બંને ફિલ્મોને ચાહકોએ ખુબ જ આવકારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર