Home /News /samachar /

આ ફિલ્મમાં સારા અલીને લેવા નહતા ઇચ્છતા પપ્પા સૈફ, કહી આવી વાત

આ ફિલ્મમાં સારા અલીને લેવા નહતા ઇચ્છતા પપ્પા સૈફ, કહી આવી વાત

એક સમય એવો પણ હતો જ્યારે સારા અલી ખાન આ ફિલ્મમાં કામ કરવાની હતી.

એક સમય એવો પણ હતો જ્યારે સારા અલી ખાન આ ફિલ્મમાં કામ કરવાની હતી.

    હાલ બોલીવૂડની સૈફ અલી ખાનની આવનારી ફિલ્મ જવાની જાનેમનને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ બહાર આવી રહી છે. વળી બીજી તરફ સૈફ અલી ખાન હાલ જવાની જાનેમનના પ્રમોશન પણ પડ્યા છે. વળી ફિલ્મના ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનના બદલે અલાયા ફર્નીચર પર કેમ પસંદગી ઉતારી તે મામલે પણ હવે તેમને સવાલ કરવામાં આવી રહ્યા છે. જો કે સૈફ પહેલા જ કહી ચૂક્યા છે કે તે નહતા ઇચ્છતા કે સારા આ ફિલ્મમાં તેમની સાથે કામ કરે. અને હવે તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ મામલે સ્પષ્ટતા પણ આપી છે.

    ઉલ્લેખનીય છે કે એક સમય એવો પણ હતો જ્યારે સારા અલી ખાન આ ફિલ્મમાં કામ કરવાની હતી. અને આ મામલે બધુ ફાઇનલ પણ થઇ ગયું હતું. પણ પછી કંઇક તેવું થયું કે અલાયા ફર્નીચરવાલાને સારાની જગ્યાએ લેવામાં આવી. અને આમ અલાયાને તેની પહેલી ડેબ્યૂ ફિલ્મ મળી. જો કે ઇન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ હવે આ મામલે સૈફ અલી ખાને સ્પષ્ટતા આપી છે. રિપોર્ટ મુજબ સૈફ કહ્યું કે તે વખતે કેદારનાથ એકદમ બંધ થવાની હતી. અને સારા પાસે બીજી કોઇ ફિલ્મ પણ નહતી. આ કારણે એક પિતા તરીકે મેં તે વખતે જવાની જાનેમનમાં કામ કરવાની તેને ઓફર કરી. તેણે પણ હા કહી દીધી.
    પણ તે પછી કેદારનાથ પણ ટ્રેક પર આવી ગઇ અને સારાને સિમ્બા પણ મળી ગઇ. તે પછી મેં સારાને આ ફિલ્મ ન કરવાની સલાહ આપી. મેં તેને કહ્યું કે તું રણવીર અને વરુણ ધવન સાથે જ કામ કર. સૈફ તેમ પણ કહ્યું કે આ પ્રકારની વસ્તુઓ પરિવારમાં કોમ્પલીકેટેડ થઇ જાય છે.ઉલ્લેખનીય છે કે જવાની જાનેમનમાં જે પાત્ર સારા ભજવવાની હતી તે હવે અલાયા ભજવશે. આ ફિલ્મમાં સૈફ એક તેવા પિતાનો રોલ ભજવે છે જે એકદમ અયાશ છે. અને જ્યારે તેના જીવનમાં તેમની દિકરી અચાનક આવી પહોંચે છે તો તમામ વસ્તુઓ બદલાઇ જાય છે. આ સિવાય આ ફિલ્મમાં તબ્બુ પણ છે.
    First published:

    આગામી સમાચાર