Home /News /samachar /શાહરૂખે નહીં, ઐશ્વર્યાએ તેની મેનેજરને આગથી બચાવી હતી : રિપોર્ટમાં દાવો

શાહરૂખે નહીં, ઐશ્વર્યાએ તેની મેનેજરને આગથી બચાવી હતી : રિપોર્ટમાં દાવો

શાહરૂખ ખાનની ટીમે કેમ આ અકસ્માતમાં તેને હિરો બનાવી દીધો?

શાહરૂખ ખાનની ટીમે કેમ આ અકસ્માતમાં તેને હિરો બનાવી દીધો?

    બોલિવૂડ શહંશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના ઘરે બે વર્ષ બાદ યોજાયેલી દિવાળી પાર્ટી એક પછી એક વિવાદ સર્જી રહી છે. ઉલ્લેખનીય છે કે આજ દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan)ની મેનેજર અર્ચના સદાનંદના લહેંગામાં આગ લાગી હતી. અને ત્યાં હાજર બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન (Shahrukh khan) ને દિલેરી બતાવી અર્ચનાને આગની બચાવી હતી તેવી જાણીકારી બહાર આવી હતી. પણ હવે આ વાતમાં એક મોટો ટ્વિસ્ટ બહાર આવ્યો છે. ખબર મળી છે કે શાહરૂખ ખાને નહીં પણ ઐશ્વર્યાએ પોતે તેના મેનેજરના લહેંગામાં લાગેલી આગથી તેને બચાવી હતી.

    ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના બુધવાર રાતથી આ ખબર પ્રકાશિત કરવામાં આવી હતી. પણ ગુરુવારે એક લિંક ઇન્ડસ્ટ્રીમાં શેર કરવામાં આવી છે. આ ખબર મુજબ અર્ચના સદાનંદના લહેગામાં જ્યારે આગ લાગી ત્યારે તેને બચાવવામાં સૌથી પહેલા સ્ફૂર્તિ ઐશ્વર્યા રાયે બતાવી. તે અર્ચનાની પાસે જ ઊભી હતી. અને જેવી તેના લહેંગામાં આગ લાગી તેણે અર્ચનાનો લહેંગો ફાડી તેના શરીરથી તેને દૂર કરી દીધો. અને લહેંગામાં લાગેલી આગને બુઝાવી.

    તે પછી થોડીવાર શાહરૂખ ખાને પોતાની શેરવાની ઉતારી અર્ચનાનું શરીર ઢાંક્યું. ચર્ચા તે થઇ રહી છે કે આગ શાંત કરવા ત્વરિત બુદ્ધિમાનીનું કામ ઐશ્વર્યા રાયે કર્યું હતું તો શાહરૂખ ખાનની ટીમે કેમ આ અકસ્માતમાં તેને હિરો બનાવી દીધો?

    મિડ ડેમાં પણ અર્ચનાને આગથી બચાવવા માટે ક્રેડિટ શાહરૂખ ખાનને આપી હતી. વળી સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેયર કરી છે તેમાં પ્રકાશિત વીડિયોમાં પણ શાહરૂખ ખાનના શર્ટમાં આગ લાગતી નજરે પડે છે અને તે સહજ હોય તેમ દેખાઇ રહ્યું છે અને પાછળથી સલમાન ખાનનો વોઇઝ ઓવર ચાલે છે કે હિરો વો હોતા હૈ જો આગ મેં કૂદ કે બૂઝા કે બચાતા હૈ. પણ રિપોર્ટ તો એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે પહેલા આગ ઐશ્વર્યા રાયે બુઝાઇ હતી. નોંધનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચનની મેનેજર અર્ચના સદાનંદ હાલ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
    First published: