Home /News /samachar /

આ શરત પર સૈફ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ હતી કરીના કપૂર

આ શરત પર સૈફ સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ હતી કરીના કપૂર

કરીના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે આ બંનેની રસપ્રદ લવ સ્ટોરી વિશે જાણો.

કરીના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમની વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે આ બંનેની રસપ્રદ લવ સ્ટોરી વિશે જાણો.

    બોલિવૂડમાં ઘણાં યુગલો છે, પરંતુ ઓછા લોકો તેમના વિશે બધુ જાણતા હશે. સૈફ અલી ખાન અને કરીના કપૂરની આ જોડી પણ આવી છે. બોલિવૂડના આ પાવર કપલ વિવિધ લૂક પછી પણ તેમની શાનદાર કેમેસ્ટસ્ટ્રી માટે જાણીતા છે. આજે એટલે કે 16 ઑક્ટોબરે, જ્યારે સૈફ તેની સાતમી લગ્ન વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. આ ખાસ અવસર પર જાણો આ કપલની લવ સ્ટોરીથી સંબંધિત કેટલીક રસપ્રદ વાતો..


    વર્ષ 2012માં સૈફ અને કરીનના લગ્ન થયા હતા. કરીના સૈફ કરતા 10 વર્ષ નાની હતી, જેથી આ લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. આ દંપતીએ સાબિત કર્યું કે ઉંમરનો કોઈ ફરક પડતો નથી, જ્યારે બે લોકો વચ્ચે ખૂબ જ પ્રેમ હોય છે. આ બંનેની લવ સ્ટોરી એક ફિલ્મથી શરૂ થઈ હતી.


    ફિલ્મ 'ટશન' ના શૂટિંગ દરમિયાન કરીના સૈફના પ્રેમમાં પડી ગઈ હતી. આ ફિલ્મ ફ્લોપ ગઈ ગઈ હતી, પરંતુ કરીનાને સૈફમાં તેની જીંદગીનો પ્રેમ મળી ગયો હતો.


    જ્યારે સૈફે કરીનાના નામનું ટેટૂ લગાવ્યું ત્યારે લોકોને આ પ્રેમની ઝલક મળી. ત્યારથી બંનેના સંબંધ સતત મજબૂત થતા જાય છે. લગ્ન પહેલા કે પછી આ બોલિવૂડ કપલે ક્યારેય તેમનો પ્રેમ છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. બંને વારંવાર હાથ જોડીને આગળ આવ્યા છે. કરીનાને ઘણા ઇન્ટરવ્યૂમાં કહેતા સાંભળવામાં આવી હતી કે તેણે લગ્ન પહેલા પણ એક શરત રાખી હતી.


    શરત એ હતી કે હું તેમની પત્ની છું અને હું કામ કરીશ, પૈસા કમાઈશ અને તમે મને જીવનભર સપૉર્ટ કરશો.


    લગ્નના ચાર વર્ષ પછી, 20 ડિસેમ્બર, 2016ના રોજ નાનો નવાબ તૈમૂર તેમની જિંદગીમાં આવ્યો. કરીનાએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તૈમૂરને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ બંનેની જિંદગી બદલાઈ ગઈ હતી. હવે જો મમ્મી કરીના અને પપ્પા સૈફ કરતા વધારે કોઈ ચર્ચા થાય છે તો તે તૈમૂર. જોકે કરીનાએ માતા બનતી વખતે પણ અનેક ગેરસમજો તોડી નાખી હતી. તેણે બેબી બમ્પ સાથે રેમ્પ વૉક કર્યુ અને ગર્ભાવસ્થા દરમિયાન કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
    First published:

    આગામી સમાચાર