Home /News /samachar /

Photo: સલમાન ખાન ફરીથી આ ફિલ્મમાં દિશા પટણી સાથે કરશે રોમાન્સ

Photo: સલમાન ખાન ફરીથી આ ફિલ્મમાં દિશા પટણી સાથે કરશે રોમાન્સ

સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલી રાધે ફિલ્મની તસવીરમાં દિશા પટણી, સોહેલ ખાન, જેકી શ્રોફ, પ્રભુદેવા અને રણદીપ હુડ્ડા દેખાય છે.

સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલી રાધે ફિલ્મની તસવીરમાં દિશા પટણી, સોહેલ ખાન, જેકી શ્રોફ, પ્રભુદેવા અને રણદીપ હુડ્ડા દેખાય છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડના દબંગ (Bollywood star) એટલે કે સલમાન ખાન (Salman khan) આજકાલ પોતાની મોટી ફિલ્મોને લઇને ખુબ જ ચર્ચામાં રહે છે. તેમની ફિલ્મ દબંગ-3 (Dabangg-3)ને લઇને જબરદસ્ત ક્રેઝ જોવા મળે છે. આ ફિલ્મ ટ્રેલરને લોકોએ ખુબ જ પસંદ કર્યું છે. સલમાન ખાનની આવનારી બીજી ફિલ્મ રાધેની પહેલી તસવીર સામે આવી છે. સલમાન ખાને આ ફિલ્મની શૂટિંગ કરી દીધી છે. બીજી તરફ આ ફિલ્મ સાથે સંકળાયેલી એક બીજી વાત પણ સામે આવી છે.


    સલમાન ખાનની આવનારી ફિલ્મનું નામ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'. આ ફિલ્મને લઇને છેલ્લા અનેક દિવસોથી અનેક પ્રકારની વાતો સાંભળવા મળી રહી છે. સલમાન ખાનને રાધે સાથે સંકળાયેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં ફિલ્મ સાથે સંકળાયેલી વાતોનો ખુલાસો થયો છે.


    સલમાન ખાને રાધેની રિલિઝ ડેટની સાથે તેનું પોસ્ટર પણ રિવિલ કરી દીધું છે. તેમની તસવીર સામે આવ્યા પછી એક વાત તો નક્કી છે કે આ ફિલ્મમાં સલમાન ખાન સાથે એક વખત ફરીથી અભિનેત્રી દિશા પટણી દેખાશે.


    સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલી રાધે ફિલ્મની તસવીરમાં દિશા પટણી, સોહેલ ખાન, જેકી શ્રોફ, પ્રભુદેવા અને રણદીપ હુડ્ડા દેખાય છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, 'અહીંથી શરૂ થાય છે મુસાફરી' આ સાથે જ તેમણે કેપ્શનમાં #RadheEid2020 લખીને એ જાહેર કર્યું છે કે, 2020ની ઇદ ઉપર સલમાન ખાનની રાધે બોક્સ ઓફિસ ઉપર રિલિઝ થશે. દબંગ-3ની જેમ જ સલમાન ખાનની આ ફિલ્મને પ્રભુદેવા ડાયરેક્ટ કરશે.


    ઉલ્લેખનીય છે કે, દબંગ-3 20 ડિસેમ્બર 2019ના દિવસે રિલિઝ થઇ રહી છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા ઉપરાંત મહેશ માંઝરેકરની પુત્રી સઇ માંઝરેક પણ નજર આવશે. સઇ, સલમાન ખાનની સાથે બૉલિવૂડ ફિલ્મોમાં ડેબ્યૂ કરશે. આફિલ્મમાં સલમાન ખાન, સઇની સાથે રોમાન્સ કરતા દેખાશે.
    First published:

    આગામી સમાચાર