બોલિવૂડમાં હાલ રિમેક અને સીક્વલનો દોર ચાલુ છે. અને આ હેઠળ છે વર્ષ 2005માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ બંટી ઔર બબલીની સીક્વલ એટલે કે બંટી ઔર બબલી 2 (Bunty aur Babli 2 teaser) આવી રહ્યું છે. આ મામલે પહેલા પણ ખબરો આવી ગઇ હતી. અને હવે ફાઇનલી તેનું ટીઝર પણ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર સાથે જ તેની સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ પણ સામે આવી છે. આ ફિલ્મ બોલિવૂડની સૌથી વધુ પસંદ કરનારી ફિલ્મમાંથી એક હતી. અને લાંબા સમય પછી ફરી એક વાર રૂપેરી પડદે બે લોકો ઠગાઇ કરતા નજરે પડશે. આ ફિલ્મમાં આ વખતે સૈફ અલી ખાન (Saif Ali khan) અને રાની મુખર્જી (Rani Mukerji) નજરે પડશે.
રાની અને સૈફની આ ફિલ્મમાં એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી અને એક્ટ્રેસ શારવરી પણ મહત્વનો રોલ ભજવશે. આ ફિલ્મનું નિર્દેશન વરુણ વી શર્માએ કર્યું છે. સાથે જ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ કરી રહી છે. ફિલ્મના બંટી અને બબલીના નામની જાહેરાત પણ કરવામાં આવી છે. સૈફ અને રાનીની આ જોડી આ પહેલા હમ તુમ અને તા રા રમ પમ જેવી સુપર હિટ ફિલ્મ આપી ચૂકી છે.
આ ફિલ્મ 26 જૂન 2020ના રોજ રીલિઝ થશે. અને આ ફિલ્મનું ક્રૂ હાલ અબુ ધાબીમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યું છે. સૈફની પહેલા 2005માં આ ફિલ્મમાં અભિષેક બચ્ચન બંટીના રોલમાં હતા. આ વખતે પણ રાની અને સૈફ મળીને લોકોની ઠગાઇ કરતા નજરે પડશે. ઉલ્લેખનીય છે કે 15 વર્ષ પછી આ ફિલ્મનું સીક્વલ બની રહ્યું છે ત્યારે જોવાનું તે રહેશે કે ફિલ્મના મેકર્સ આ ફિલ્મ માટે શું નવું લાવી રહ્યા છે. જો કે બીજી તરફ સૈફ અને રાનીની હિટ જોડી દર્શકોને થિયેટર સુધી લઇ આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર