Home /News /samachar /

2019ની સૌથી વધારે કમાણી કરનારી બની વૉર ફિલ્મ, અધધ કરોડની કરી કમાણી

2019ની સૌથી વધારે કમાણી કરનારી બની વૉર ફિલ્મ, અધધ કરોડની કરી કમાણી

અત્યાર સુધી આ ફિલ્મે 291.05 કરોડ રૂપિયા બૉક્સ ઑફિસ (Box office)ઉપર કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ 300 કરોડ રૂપિયા કલેક્શનની (Collection) એકદમ નજીક છે.

અત્યાર સુધી આ ફિલ્મે 291.05 કરોડ રૂપિયા બૉક્સ ઑફિસ (Box office)ઉપર કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ 300 કરોડ રૂપિયા કલેક્શનની (Collection) એકદમ નજીક છે.

ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ (Bollywood)ના સુપરસ્ટાર રિતિક રોશન (Hrithik Roshan) અને ટાઇગર શ્રૉફ (Tiger Shroff )ની ફિલ્મ વૉર સિનેમાઘરોમાં સતત પોતાનો અડ્ડો જમાવીને બેઠી છે. અત્યાર સુધી આ ફિલ્મે 291.05 કરોડ રૂપિયા બૉક્સ ઑફિસ (Box office)ઉપર કલેક્શન કર્યું છે. હવે ફિલ્મ 300 કરોડ રૂપિયા કલેક્શનની (Collection) એકદમ નજીક છે.


ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે વૉરનું કલેક્શન શૅર કર્યું છે. ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં ટોટલ 4.35 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે તમિલ-તેલુગુ વર્ઝને જોડીને વૉરનું ટોટલ કલેક્શન 295.75 કરોડ પહોંચ્યું છે. જ્યારે વૉરનું હિન્દી વર્ઝન 2.80 કરોડનો બિઝનેસ કર્યો છે. આનું ટોટલ કલેક્શન 277.95 કરોડ રૂરિયા રહ્યું છે.


વૉરે સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મના રેકોર્ડમાં કબિર સિંહ અને ધૂમ 3ને પણ પાછળ પાડી દીધી છે. જો આ ગતિથી ફિલ્મનું બૉક્સ ઑફિસ કલેક્શન વધતુ રહેશે તો તે વિકએન્ડ સુધી સલમાન ખાન - અનુષ્કા શર્માની ફિલ્મ સુલ્તાનના લાઇફટાઇમ કલેક્શનનો રેકોર્ડ પણ તોડી દેશે.


ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ વૉરે ભારે કમાઇ કરી છે. ફિલ્મે અમેરિકા, યુએઇ, યુકેમાં અત્યાર સુધી 12.10 મિલિયન ડૉલર એટલે કે 86.04 કરોડનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું છે. દેશ-વિદેશના ઑડિયન્સે ફિલ્મને પૉજિટિવ રિસ્પોન્સ આપ્યો છે. જ્યારે ગાંધી જ્યંતિ, વિકેન્ડ, દશેરા અને હવે પ્રી દિવાળી અને દીવાળીના કારણે ફિલ્મને ફાયદો મળી શકે છે.


ઉલ્લેખનીય છે કે, બૉલિવૂડના ભાઇજાન એટલે કે સલમાન ખાન (Salman khan) અને અનુષ્કા શર્માની (Anushka sharma)ફિલ્મ સુલ્તાને અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરના ફિલ્મ બની હતી. આ ફિલ્મે લાઇફટાઇમ કલેક્શન રેકોર્ડ બનાવ્યો છે.
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन