મુંબઈઃ બોલિવૂડ (Bollywood)ના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ને એ ક્યાં ખબર હતી કે એક નાની ભૂલ તેને આટલી મોંઘી પડી જશે. ભૂલ એવી જે સીધી તેની રોજીરોટી પર અસર કરનારી છે. અક્ષયે પ્રશંસકોને ટ્વિટ (Tweet) કરીને જણાવ્યું હતું કે ફિલ્મ પેડમેનને બે વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ ટ્વિટમાં તેણે એ ભૂલ કરી જે તેની પત્ની અને ફિલ્મની પ્રોડ્યૂસર ટ્વિન્કલ ખન્ના (Twinkle Khanna)ને પસંદ આવી નહીં. ત્યારબાદ અક્ષયને જાહેરમાં હાથ થોડીને ટ્વિન્કલની માફી માંગવી પડી.
મૂળે, અક્ષય કુમારે જે ટ્વિટ કર્યું હતું તેમાં લખ્યું, ફિલ્મ પેડમનને બે વર્ષ પૂરા થઈ ગયા, મને ખુશી છે કે આપણે એક એવા મુદ્દાને ઉઠાવવામાં સફળ રહ્યા, જેની પર લોકો વાત કરતાં ખચકાય છે. આ #MenstrualHygieneDay મને આશા છે કે આપણે ગરીબીને સમાપ્ત કરવાની દિશામાં એક ડગલું આગળ વધીશું અને માસિક ધર્મની ગેરમાન્યતાઓને તોડી શકીશું. આ પોસ્ટમાં તેણે સોનમ કપૂર અને રાધિકા આપ્ટેને ટૅગ કર્યા છે.
હવે અક્ષયથી એ ભૂલ થઈ ગઈ કે આ પોસ્ટમાં ફિલ્મની પ્રોડયૂસર ટ્વિન્કલ ખન્નાનો ઉલ્લેખ કરવાનો ભૂલી ગયા. ત્યારબાદ ટ્વિન્કલે અક્ષયના સોશિયલ મીડિયા પર ક્લાસ લીધા.
અક્ષય કુમાર હાજર જવાબી માટે જાણોતો છે, તો આ પ્રસંગે તે ચૂપ કેવી રીતે રહે. અક્ષેય ટ્વિન્કલને જવાબ આપતા લખ્યું કે, પ્લીઝ મારા પેટ પર લાત ન મારો. ટીમને ટૅગ કરવાનું ભૂલી ગયો. તેણે આગળ લખ્યું કે હું મારી પ્રોડ્યૂસરની માફી માંગું છું. ફિલ્મ ડાયરેક્ટર આર. બાલ્કી, જેમના વગર આ ફિલ્મ શક્ય નહોતી.