ચાર વર્ષના બાળકે 'આન્ટી' કહ્યું તો સ્વરા ભાસ્કર ભડકી અને ગાળ આપી, થઈ troll
ચાર વર્ષના બાળકે 'આન્ટી' કહ્યું તો સ્વરા ભાસ્કર ભડકી અને ગાળ આપી, થઈ troll
તાજેતરમાં જ 'સન ઑફ એબિશ' ચેટ શૉમાં સ્વરા આવી હતી. આ શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્વરા ભાસ્કરને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
તાજેતરમાં જ 'સન ઑફ એબિશ' ચેટ શૉમાં સ્વરા આવી હતી. આ શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્વરા ભાસ્કરને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) સ્વરા ભાસ્કર (Swara Bhaskar) એકવાર ફરીથી વિવાદમાં આવી છે. સ્વરા ભાસ્કરને ચાર વર્ષના બાળક સામે અપમાનજનક શબ્દોનો ઉપગયો કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર સ્વરા ભાસ્કર ટ્રોલ થવા લાગી હતી.
તાજેતરમાં જ 'સન ઑફ એબિશ' (Son Of Abish) ચેટ શૉમાં સ્વરા આવી હતી. આ શૉનો એક વીડિયોમાં સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્વરા ભાસ્કરને ટ્રોલિંગનો (Troll) સામનો કરવો પડ્યો હતો.
This is ‘humour’? Calling a 4 year old child a ‘Ch*^%a’ a ‘Kameena’? Saying with great confidence that children are ‘evil’? #PanautiJunior is sounding completely deranged here, and that moron @kunalkamra88 is watching like a drunk dodo at this ‘wisdom’. pic.twitter.com/wM7f401tkm
વીડિયોમં સ્વરાને એક ચાર વર્ષના બાળ કલાકાર માટે અસંવેદનશીલ ટિપ્પણી કરતા દેખાઈ છે. આ બાળક સાથે સ્વરા ભાસ્કર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના શરૂઆતના દિવસોમાં અનેક વિજ્ઞાપનોમાં કામ કરી ચૂકી છે. એટલા માટે સ્વરા ભડકી હતી કારણ કે બાળકે તેને 'આન્ટી' કહીને બોલાવી હતી.
વીડિયો ક્લિપ (video clip)માં સ્વરા શોના હોસ્ટની સાથે પોતાનું શૂટિંગની એક ઘટના યાદ કરતા કહે છે કે, કેવી રીતે એક શૂટ દરમિયાન તે નિરાશ થઇ ગઇ હતી. જ્યારે આ બાળકે તેને આન્ટી કહીને બોલાવી હતી.
સ્વરાએ કહ્યું કે, તેણે બાળકની સામે કંઇ જ બોલી નથી. પરંતુ એ શબ્દો પોતાના મનમાં જ ગુસ્સાથી બોલ્યા હતા. સ્વરાએ એ પણ કહ્યું હતું કે, બાળક ખરેખર દુષ્ટ હતું. વીડિયો વાચરલ (video viral) થવાની સાથે જ સ્વરા ટ્રોલ થવા લાગી હતી. મંગળવાર સવારથી ટ્વિટર ઉપર હેશટેગસ્વરાઆંન્ટી ટ્રેન્ડ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્વરા ભાસ્કર કોઇના કોઇ મુદ્દે સોશિયલ મીડિયા ઉપર પોતાનું ધ્યાન ખેંચે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર