Home /News /samachar /

કૃતિ સેનનની ફિલ્મ 'MIMI'નો look થયો લીક, સેટથી વાયરલ થયા Photos

કૃતિ સેનનની ફિલ્મ 'MIMI'નો look થયો લીક, સેટથી વાયરલ થયા Photos

કૃતિ સેનનની આવનારી ફિલ્મ 'મીમી'નું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. જેની શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહી છે. કૃતિની લીક થયેલી તસવીરો રાજસ્થાનના ચુરુની છે. આ તસવીરો પૈકી એક તસવીરમાં કૃતિ બુરખો પહોર્યો છે.

કૃતિ સેનનની આવનારી ફિલ્મ 'મીમી'નું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. જેની શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહી છે. કૃતિની લીક થયેલી તસવીરો રાજસ્થાનના ચુરુની છે. આ તસવીરો પૈકી એક તસવીરમાં કૃતિ બુરખો પહોર્યો છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood actress) કૃતિ સેનન (Kriti Sanon) પોતાની અપકમિંગ મૂવી 'મીમી' (Mimi)ના શૂટિંગ માટે અત્યારે રાજસ્થાનમાં (Rajasthan)છે. આ તેમની પહેલી એવી ફિલ્મ નથી જેમાં તે દમદાર અથવા ભાવાત્મક રોલ કરવા જઈ રહી હોય. રવિવારે તેમની ફિલ્મ 'મીમી'ના સેટથી તેમની કેટલીક તસવીરો લીક (Mimi Pic Leak)થઈ છે. તેમાં તેઓ ભાવનાત્મક રોલ નીભાવી રહ્યા છે. જેમાં તે રાજસ્થાની લુકમાં (Rajasthani Look) દેખાઈ રહી છે. આ લૂકમાં તે ગામડાની સીધીસાદી છોકરી દેખાય છે.


    ઉલ્લેખનીય છે કે, કૃતિ સેનનની આવનારી ફિલ્મ 'મીમી'નું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં થઈ રહ્યું છે. કૃતિની લીક થયેલી તસવીરો રાજસ્થાનના ચુરુની છે. આ તસવીરો પૈકી એક તસવીરમાં કૃતિ બુરખો પહોર્યો છે.


    એક તસવીરમાં કૃતિ રાજસ્થાની લુકમાં છે. જેમાં તેમણે ઘાઢ કાજલ લગાવ્યું છે. ઝુમકા પહેરેલા છે. કૃતિ આ તસવીરમાં રાજસ્થાની પહેરવેશમાં દેખાય છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે કૃતિ સેનની ફિલ્મની શૂટિંગ પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. મંજૂરી લીધા વગર શૂટિંગ થતું હોવાથી પોલીસે રોક્યું હતું. જોકે, આ તસવીરો લીક થઈ છે એટલે માનવામાં આવી રહ્યું છે કે કૃતિની ફિલ્મનું શૂટિંગ ફરી શરું થયું છે.


    'મીમી' ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. દિનેશ વિજન આ ફિલ્મના પ્રોડ્યૂસર છે. 2011માં બેસ્ટ ફિચર ફિ્મના નેશનલ એવોર્ડ જીતી ચુકી મરાઠી ફિલ્મ 'માલા આઈ વાઈચી'નું રીમેક છે.


    આ ફિલ્મમાં કૃતિ સેનન એક ગરીબ રાજસ્તાની યુવતીનો રોલ કરી રહી છે. મીમીની કહાની સેરોગેસીના મુદ્દાની આસપાસ ફરે છે. ફિલ્મ પંકજ ત્રિપાઠીની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે.
    First published:

    આગામી સમાચાર