Home /News /samachar /

કાજોલની ફિલ્મ 'દેવી'નું છેલ્લું દ્રશ્ય જોઇને તમે પણ તમારા આંસુ રોકી નહીં શકો

કાજોલની ફિલ્મ 'દેવી'નું છેલ્લું દ્રશ્ય જોઇને તમે પણ તમારા આંસુ રોકી નહીં શકો

આ ફિલ્મમાં 9 મહિલાઓની કહાની છે

આ ફિલ્મમાં 9 મહિલાઓની કહાની છે

    અજય દેવગણની સાથે તાન્હાજીમાં (Tanhaji) છેલ્લે દેખાનાર કાજોલ (Kajol) હવે તેની શોર્ટ ફિલ્મ દેવી (Devi) ને લઇને ફરી એકવાર ચર્ચામાં છે. 13 મિનિટની આ શોર્ટ ફિલ્મને (Short Film) જોઇને તમારી આંખો શરમની દુખી થઇ જશે. અને સાથે જ છેલ્લો સીન જોઇને કદાચ તમે રડી પણ પડો! આંતરાષ્ટ્રીય મહિલા દિવસ (International Woman Day) પહેલા યૂટ્યૂબ પર રિલિઝ આ લધુ ફિલ્મને પ્રિયંકા બેનર્જીએ ખૂબ જ સાદગીથી ડાયરેક્ટ કરી છે. કાજોલ સિવાય આમાં જાણીતા ચહેરામાં નેહા ધુપિયા, શ્રૃતિ હસન, શિવાની રધુવંશી, નીના કુલકર્ણી, સંધ્યા મ્હાત્રે, રમા જોશી, મુક્તા બાર્વે, રશ્વિવની દયામા પણ દમદાર રોલ પ્લે કર્યો છે.

    આ ફિલ્મમાં 9 મહિલાઓની કહાની છે જે અલગ અલગ પરિસ્થિતિઓમાંથી નીકળીને આ જગ્યાએ પહોંચી છે. જ્યાં તેમનું કોઇ પોતાનું નથી. અને હવે આ ઘરમાં એક પછી એક વધુ માણસોનો વધારો થઇ રહ્યો છે. જે વાતથી તમામ લોકો નારાજ છે. આ શોર્ટ ફિલ્મ બળાત્કારના વિષય વસ્તુ પર આધારિત છે. 13 મિનિટમાં બહુ ઓછા શબ્દોમાં આ 9 મહિલાઓએ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. અને આ દુખ તે મૃત્યુ પછી પણ ભૂલાવી નથી શકી!

    જો કે આ શોર્ટ ફિલ્મનો છેલ્લો સીન સૌથી વધુ દમદાર છે. જ્યારે અંતે એક નાની બાળકી રૂમમાં દાખલ થાય છે. જેને પણ બળાત્કાર જેવી દુખદાયી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે. આ શોર્ટ ફિલ્મમાં જણાવ્યું છે કે બરુખો, ફ્રોક કે પછી શોર્ટ કપડાથી ફરક નથી પડતો, સ્ત્રી સાથે ભલે તે 5 વર્ષની હોય, 15 વર્ષ હોય કે 62 વર્ષની વૃદ્ધા જ કેમ ના હોય આ અપરાધ થાય છે. આ ફિલ્મ ચોક્કસથી આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે જ્યાં ભારત જેવા દેશમાં જે 'દેવી'ની લોકો પૂજા કરે છે ત્યાં કેમ સ્ત્રી સામન દેવીનો બળાત્કાર જેવી ક્રૂર ઘટનાથી અનાદર થાય છે! અને આ બધું ક્યારે અટકશે!
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन