Home /News /samachar /અમદાવાદને થયું છે શું? સારવારની દવા શું?

અમદાવાદને થયું છે શું? સારવારની દવા શું?

અમદાવાદ શહેરની ત્રાસદી આ જ છે. જ્યારે લગભગ દોઢ મહિના પહેલા આ શહેર પર કોરોનાનો પડછાયો આવ્યો હતો., તે સમયથી લઈને અત્યાર સુધી જે ઘટનાક્રમ રહ્યો છે તેણે જ અમદાવાદ શહેરને કોરોના અંતર્ગત દેશના સૌથી ભયાવહ શહેરોમાંથી એક બનાવી દીધું છે

અમદાવાદ શહેરની ત્રાસદી આ જ છે. જ્યારે લગભગ દોઢ મહિના પહેલા આ શહેર પર કોરોનાનો પડછાયો આવ્યો હતો., તે સમયથી લઈને અત્યાર સુધી જે ઘટનાક્રમ રહ્યો છે તેણે જ અમદાવાદ શહેરને કોરોના અંતર્ગત દેશના સૌથી ભયાવહ શહેરોમાંથી એક બનાવી દીધું છે

  બ્રજેશ કુમાર સિંહ, ગ્રૂપ કંસલ્ટિંગ એડિટર, નેટવર્ક 18 ગ્રૂપ

  અમદાવાદમાં આજે સવારથી જ સન્નાટો છવાયેલો છે, દૂધ અને દવાની દુકાનો સિવાય બધું બંદ છે. રસ્તા પર વાહન પણ નથી. દરેક ચાર રસ્તે પર પોલીસના જવાન ઉભા છે. જૂના શહેરના વિસ્તારમાં તો કેન્દ્રીય અર્ધસૈનિક બળોના જવાન તૈનાત છે. આ નજારો બતાવવા માટે કાફી છે કે અમદાવાદની સ્થિતિ સતત ગંભીર થતી જઈ રહી છે. જે શહેરમાં 20 માર્ચે પ્રથમ કોરોનાની આહટ સંભળાઈ હતી અને 25 માર્ચે કોરોનાથી પ્રથમ મોત થયું હતું. તે શહેરમાં મોતનો આંકડો ત્રણસોને પાર કરી ગયો છે. 43 દિવસોમાં 321 લોકોના મોત અને કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 4991. આખા ગુજરાતના હિસાબે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 7013 અને મૃતકોની સંખ્યા 425 થઈ ગઈ છે. એટલે કે કુલ મળીને ગુજરાતમાં કોરોનાથી મરનાર લોકોમાં લગભગ 75 ટકા એકલા અમદાવાદથી છે.

  આં આંકડો શહેરની સ્થિતિ બતાવે છે અને આ માટે રસ્તા પર સન્નાટો જોવા મળી રહ્યો છે. જોકે કાલ સુધી સ્થિતિ આવી ન હતી. સવારના સમયે રસ્તા પર ગાડીઓ જોવા મળતી હતી. ત્રણ ચાર કલાક સુધી એ લાગતું ન હતું કે આ શહેરમાં કોરોનાનો ખતરો મોટો છે. લોકો ગલીઓમાં વારે ઘડીએ નિકળતા હતા, ક્યારેક શાકભાજી ખરીદવાના બહાને, તો ક્યારેક કરિયાણું ખરીદવાના નામે. કાલે સાંજે જેવી લોકોને સૂચના મળી કે આગામી સાત દિવસો સુધી અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન થવા જઈ રહ્યું છે, રસ્તા પર સાંજે પાંચ વાગ્યાની આસપાસ ભીડ ભેગી થવાની શરુ થઈ ગઈ હતી. તો કોઈને પણ હલાવી શકતી હતી. દરેક વિસ્તારમાં હજારોની સંખ્યામાં લોકો કરિયાણાથી લઈને ફળ અને શાકભાજીની દુકાન પર લાંબી-લાંબી લાઇનો હતી. આ સિલસિલો મોડી રાત સુધી યથાવત્ રહ્યો હતો. લોકોમાં કોરોનાનો ડર છે તેવું ક્યાંય લાગ્યું ન હતું. જે કોરોનાના વધી રહેલા અસરના કારણે શહેરમાં સજ્જડ લૉકડાઉન કરવાનો પ્રશાસને નિર્ણય લેવા પડ્યો, તે જ લૉકડાઉનનો ભંગ કરતા લોકો જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખ્યું ન હતું.  કોરોનાના ભયાવહ શહેરોમાંથી એક છે અમદાવાદ

  અમદાવાદ શહેરની ત્રાસદી આ જ છે. જ્યારે લગભગ દોઢ મહિના પહેલા આ શહેર પર કોરોનાનો પડછાયો આવ્યો હતો., તે સમયથી લઈને અત્યાર સુધી જે ઘટનાક્રમ રહ્યો છે તેણે જ અમદાવાદ શહેરને કોરોના અંતર્ગત દેશના સૌથી ભયાવહ શહેરોમાંથી એક બનાવી દીધું છે. લગભગ 70 લાખ લોકોની વસ્તીવાળા આ શહેરમાં મોટાભાગના લોકોને લાગ્યું નહીં કે ખતરો કેટલો મોટો છે. પહેલા જ્યારે શહેરના કોટ વિસ્તારમાં કેસ સામે આવવા લાગ્યા તો લોકોને લાગ્યું કે આ ફક્ત કેટલાક વિસ્તારની સમસ્યા છે. મોટાભાગના લોકોને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. લોકો રસ્તા પર તે જ રીતે નિકળતા રહ્યા જેમ સામાન્ય દિવસોમાં નિકળતા હતા. શહેરના પશ્ચિમ ભાગમાં લોકો, ખાસ કરીને મહિલાઓ પહેલાની જેમ રોજ શાકભાજી ખરીદવાના નામ પર રસ્તા પર ફરતી જોવા મળી હતી. જેમ સામાન્ય દિવસોમાં થાય છે.

  આના કારણે કોરોનાને શહેરનાં પૂર્વ ભાગમાંથી પશ્ચિમ ભાગમાં આવવા સુધી ફક્ત ત્રણ સપ્તાહ લાગ્યા હતા. સૌથી પહેલા જૂના શહેરમાં કોરોનાએ પોતાની છાપ છોડી હતી. મોટાભાગના મામલા તે રહ્યા જે તબલિગી જમાત સાથે જોડાયેલા લોકોના કારણે આવ્યા હતા. શહેરનો કોટ વિસ્તાર ગીચ છે. સાંકડી ગલીઓ અને બંને ભાગમાં હજારોની સંખ્યામાં મકાન છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે. અહીં લૉકડાઉન લાગું કરવું પ્રશાસન અને પોલીસ માટે મોટો પડકાર રહ્યો. સ્થિતિ એવી બની કે લોકોને ઘરની અંદર ધકેલવા માટે ઔપચારિક રીતે કર્ફ્યૂં લગાવવાની સ્થિતિ આવી હતી પણ તેની પણ ખાસ અસર થઈ ન હતી. શહેરના જમાલપુર, કાલુપુર અને દરિયાપુર વિસ્તારમાં જ્યારે પણ કર્ફ્યૂંમાં ઢીલ આપવામાં આવી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર નિકળ્યા અને કર્ફ્યૂં લગાવવાનો ઉદ્દેશ્ય સફળ રહ્યો નહીં. જમાલપુર વિસ્તારનો નજારો હજુ પણ દેશના મોટાભાગના લોકોના ધ્યાનમાં હશે કે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા લોકોને ઘરમાં રહેવાની અપીલ સાથે વિનંતી કરતા રહ્યા પણ લોકો પર તેની અસર થઈ ન હતી. થોડા દિવસો પછી ઇમરાન ખેડાવાલ પોઝિટિવ આવ્યા હતા અને હોસ્પિટલની રાહ પકડી હતી. જ્યાં લાંબા સમય સુધી કોરોના સામે લડ્યા પછી સ્વસ્થ થઈને બહાર આવ્યા હતા. તેમની જ પાર્ટી ના નેતા બદરુદ્દીન શેખ એટલા ભાગ્યશાળી રહ્યા નહીં, કોરોનાથી સંક્રમિત થઈ હોસ્પિટલની અંદર ગયા, બહાર તેમનું મૃત શરીર જ આવ્યું હતું. છતા લોકો લૉકડાઉનની મજાક ઉડાવતા હતા. સ્થિતિ ગંભીર થયા પછી પ્રશાસને જૂના શહેરમાં ક્લસ્ટર કૉરન્ટાઇનની રાહ પકડી હતી. એટલે તે જૂના શહેરને બાકીના વિસ્તારથી અલગ રાખવો, જોકે આ પ્રયત્ન પણ સફળ રહ્યો નહીં. આ પછી બીએસએફ અને રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ તૈનાત કરવી પડી હતી. જોકે સ્થિતિ તેવી ને તેવી જ રહી હતી. લોકો ગલીઓમાં ફરતા રહ્યા, કર્ફ્યૂં અને લૉકડાઉનનો ભંગ કરતા રહ્યા. જૂના શહેરના જે વિસ્તારોની આ સમસ્યા વધારે રહી તે મુસ્લિમ વસ્તીવાળા હતા અને રમઝાનનો મહિનો શરુ થતાની સાથે જ સમસ્યા વધારે ગંભીર થઈ ગઈ. જ્યારે સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવતા રહ્યા હતા.  જે સમયે જૂના શહેરમાં આ બધું ચાલી રહ્યું હતું ત્યારે શહેરનો નવો ભાગ એટલે કે સાબરમતી નદીને પેલે પાર પશ્ચિમી ભાગ સામાન્ય રીતે ચાલતો રહ્યો હતો. લૉકડાઉન તો રહ્યું પણ આટલી બધી છૂટ સાથે આખી પ્રક્રિયા પોતાની રીતે બેઅસર હતી. હદ તો ત્યારે થઈ કે શહેરના વસ્ત્રાપુરમાં એક મહિલા પોતાની કારમાં ચક્કર લગાવતા વીડિયો બનાવતી રહી તે કેટલી મજાથી લૉકડાઉનમાં ફરી રહી છે. તેણે પોતાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યો હતો. પોલીસે તેને જોતા કાર્યવાહી કરી હતી. પણ આ ઘટના બતાવવા માટે પૂરતી છે કે શહેરનો એક મોટો વર્ગ કોરોનાના ખતરાને ઓછા આંકી રહ્યો હતો. જ્યારે શહેરનો બીજો ભાગ કોરોનાની ગંભીર પકડમાં આવી ગયો હતો.

  આવું કેમ થવા દેતુ હતું તંત્ર

  પ્રશ્ન એ ઉઠે છે કે, આખરે તંત્ર અને પોલીસના અધિકારીઓ આવું કેમ થવા દેતા હતા. જવાબ એ છે કે, ઉચ્ચ સ્થાન પર આને લઈ ખુદ એટલું કન્ફ્યૂઝન હતું કે રસ્તા પર લોકડાઉનનો અમલ કરાવનાર જવાન પરેશાન હતા કે, આખરે કરવાનું શું છે. જ્યારે શરૂઆતમાં લોકોને રસ્તા પર નીકળતા રોકવા માટે પોલીસે ગાડીઓ સીઝ કરવાનુ શરૂ કર્યું, તો લોકો પર તેની અસર પણ પડી, અને ભય પણ રહ્યો. પરંતુ ટુંક સમયમાં રાજ્ય સરકારને લાગ્યું કે, જો આવુ ચાલતું રહેશે તો, કોરોનાથી પરેશાન લોકો સરકારથી નારાજ થઈ જશે અને તેની અસર ગંભીર હશે. સત્તા અને વિપક્ષ બંનેના ધ્યાન પર આ વર્ષના અંતમાં યોજાનાર કોર્પોરેશનની ચૂંટણી છે, જ્યારે રાજ્યના મુખ્ય શહેરોની મહાનગર પાલિકાઓ સાથે-સાથે રાજ્યની અસંખ્ય નગરપાલિકાઓ માટે પણ ચૂંટણી યોજાવાની છે.

  ગુજરાતની રાજનીતિમાં આ ચૂંટણી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, આખરે રાજનૈતિક પંડિતોને ધ્યાનમાં છે કે, આરએસએસમાંથી બીજેપીમાં આવેલા નરેન્દ્ર મોદીએ 1987માં પહેલી વખત અમદાવાદ મહાનગર પાલિકામાં બીજેપીને જીત અપાવી હતી, અને ત્યારબાદથી બીજેપીએ ક્યારે પણ પાછળ વળીને નથી જોયું અને 1985 બાદથી અત્યાર સુધીની તમામ વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતાના દમ પર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે.  કદાચ આજ કારણ છે કે, અમદાવાદ મહાનગરપાલિકા, જેના વિસ્તારમાં લગભગ 70 લાખ મતદાતા રહે છે અને જે 48 વોર્ડમાં વિભાજીત છે, ત્યાં મોટાભાગના કોર્પોરેટરોએ લોકોની વચ્ચે જઈ તેમને ઘરમાં જ રહેવા માટે દબાણ નથી કર્યું, પરંતુ તેમની વચ્ચે રાહત સામગ્રી વહેંચીને પોતાની ફરજ પૂરી કરવાની કોશિસ કરી છે. મોટી સમસ્યા કોર્પોરેશનની રાજનૈતિક અને પ્રશાસનિક વિંગ વચ્ચેની ખાઈ પણ રહી. કોર્પોરેટરોને લાગી રહ્યું છે કે, કોર્પોરેશનના અધિકારીઓ કોરોનાના મામલામાં મોટું પગલું ભરતા પહેલા તેમને પૂરી રીતે વિશ્વાસમાં નથી લઈ રહ્યા, જેથી તે ઉદાસીન રહ્યા. જ્યાં સુધી કોર્પોરેશનના અધિકારીઓનો પ્રશ્ન રહ્યો, તે લોકોનું ટેસ્ટિંગ કરવામાં લાગી રહ્યા, હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવામાં લાગ્યા રહ્યા. અમદાવાદ શહેરમાં મોટા પાયા પર ટેસ્ટિંગની શરૂઆત થઈ. પરંતુ, વાત આટલાથી ક્યાં પતી જવાની હતી. જો તમે લોકોને ઘરની અંદર રહેવા માટે તૈયાર ન કરી શકો અને સોશિયલ ડિસ્ટન્સિંગને લાગુ નથી કરાવી શકતા તો કોરોના સામેની લડાઈ તમે જીતી ન શકો, પૂરી દુનિયાનો અનુભવ આપણને આજ બતાવે છે.

  સામાનની સાથે કોરોના પણ લઈને જતા રહ્યા વેપારીઓ અને લારી-પાથરણાવાળા

  આ દરમિયાન એક અન્ય ઘટનાક્રમ સામે આવ્યો. જૂના શહેર વિસ્તારમાં, જ્યાં કોરોનાની અસર સૌથી પહેલા હતી, ત્યાંના જથ્થાબંધ વેપારી અને રિટેલ વેપારી શહેરના પશ્ચિમ ભાગમાં આવતા રહ્યા. સાબરમતી નદી શહેરને બે-ભાગમાં વહેંચે છે. જૂના શહેરના જમાલપુર વિસ્તારમાં શાકભાજીનું જથ્થાબંધ બજાર છે, તો કાલુપુરમાં અનાજ અને મસાલાનું. અહીંથી સામાન લઈ પશ્ચિમી ભાગમાં વેપારી અને શાકભાજીનો લારી પર ધંધો કરતા વેપારીઓ આવતા-જતા રહ્યા. પરંતુ પોતાના સામાનની સાથે તે કોરોના, પણ લઈને ગયા. કોર્પોરેશન હવે જેમને સુપર સ્પ્રેડરનું નામ આપી રહી છે, તે એ જ શાકવાળા અને કિરાણા સ્ટોરવાળા વેપારીઓ છે, જે જૂના શહેરથી નવા શહેરમાં રોક-ટોક વગર આવતા-જતા રહ્યા, કેમ કે સાબરમતી નદી પર બનેલા નવ પુલોમાંથી બેને છોડી બાકી તમામ ખુલ્લા રહ્યા, ત્રણ અન્ય પૂલને હવે બંધ કરવામાં આવ્યા છે. શાકભાજી અને કિરાણા સ્ટોરના વેપારીઓએ જ સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાં કોરોના ફેલાવ્યો છે અને કોર્પોરેશનના અધિકારીઓ હવે પોતાનું માથુ પકડી રહ્યા છે અને તેમની પ્રાથમિકતાથી તપાસ કરવામાં લાગી ગયા છે.

  જ્યાં સુધી તેમની પર દેખ-રેખ રાખવાવાળા પોલીસ જવાનોનો પ્રશ્ન રહ્યો, તો તે લોકો પહેલા ગાડીઓ જપ્ત કરવામાં લાગ્યા રહ્યા અને પછી ગાડીઓને ફટાફટ છોડવામાં, કેમ કે રાજનૈતિક નેતૃત્વ તરફથી તેમને એ જ સંકેત મળ્યા. લાગ્યું કે, ગાડીઓને જપ્ત કરવાથી લોકો નારાજ થશે, જેથી પોલીસને બીજો આદેશ પકડાવી દેવામાં આવ્યો. આવી જ પરિસ્થિતિ ડંડાવાળાના મામલામાં રહી. શરૂઆતમાં જોર એજ રહ્યું કે, કોઈ પણ રીતે લોકોને રસ્તા પર નિકળતા રોકવામાં આવે, પોલીસકર્મીઓએ જ્યારે ડંડાવાળી કરી, તો તેમને તેવું કરતા રોકવામાં આવ્યા, એટલું જ નહી આ મામલામાં કેટલાક અધિકારીઓ અને જવાનોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. આની અસર પડવાની જ હતી, ત્યારબાદ પોલીસવાળા તમાશો જોવામાં જ લાગી ગયા.

  પોલીસના મનોબળ પર પણ પડી અસર

  ખૂદ પોલીસ જવાનોના મનોબળ પર પણ અસર પડવાનું શરૂ થવા લાગ્યું, જ્યારે લોકોને આદરતાથી લોકડાઉનનું પાલન કરાવવાની અપીલ સાથે તે લોકોની વચ્ચે ગયા અને બોનસમાં કોરોના લઈને આવ્યા, અનેક પોલીસ કર્મી કોરોના સંક્રમિત થયા. હદ તો ત્યાં થઈ કે, ઉચ્ચ પોલિસ અધિકારીઓ જ્યારે ચેકપોઈન્ટ પર જવાનોના હાલ-ચાલ જાણવા માટે નીકળ્યા, તો ખૂદ ગાડીથી ઉતર્યા નહી અને ઉપરથી નીચે સુધી ખૂદને પીપીઈ કીટથી ઢાંકતા જોવા મળ્યા. રસ્તાઓ પર બાર-બાર કલાક ઉભા રહેનાર જવાનો અને જૂનિયર અધિકારી તેમના તરફથી કેવા પ્રકારના સંકેત લેતા, તેમનું મનોબળ આ પ્રકારના પગલાથી કેટલું વધતુ, તેનો સહેજે અંદાજો લગાવી શકાય છે.

  જ્યાં સુધી સામાન્ય પ્રજાનો પ્રશ્ન છે, તેણે પણ પરિસ્થિતિ બગાડવામાં કોઈ કસર નથી છોડી. લોકડાઉન વચ્ચે કોરોના કન્ટ્રોલ રૂમમાં ફોન કરી ગુટખા, સિગરેટ, જલેબી અને રસગુલ્લાની માંગ થતી રહી, દરેક બહાના સાથે રસ્તાઓ પર લોકો નીકળતા રહ્યા. હદ તો ત્યાં થઈ જ્યારે જે લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા અને તેમને સમરસ કેન્દ્રોમાં દેખ-રેખ માટે દાખલ કરવામાં આવ્યા, તો તે શાંત થઈ રૂમમાં એકાંતમાં રહેવાને બદલે સમૂહમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા, રૂમની બહાર પ્લાસ્ટિકની ખુરશી નાખી સમાચારપત્ર વાંચતા રહ્યા અને મોકો મળતા જ હોસ્પિટલોમાંથી બાગવાની કોશિસ પણ કરી. સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા લોકો સ્વાસ્થ્યની ચિંતા કરવાને બદલે ખીચડીમાં સ્વાદ નહીં હોવાની ફરિયા કરતા જોવા મળ્યા. આ પરિસ્થિતિ તે શહેરની રહી, જ્યાં ઉતાવળમાં કોરોનાના સ્પેશ્યલ ત્રણ હજાર બેડની વ્યવસ્થા સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં માત્ર કેટલાક અઠવાડીયાની અંદર કરી દેવામાં આવી. લોકોએ પોતાના લક્ષણો છૂપાવવાની કોશિસ પણ કરી, તેમને લાગ્યું કે, જો તંત્રને ખબર પડશે તો ઓછામાં-ઓછા ચૌદ દિવસ માટે તેમને ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. જેથી કેટલાક મામલામાં ગંભીર સંક્રમણ સાથે લોકો હોસ્પિટલ પહોંચ્યા અને દાખલ થયાના ત્રણ-ચાર દિવસની અંદર તેમણે દમ તોડી દીધો.

  રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કોરોના સંક્રમણનું અમદાવાદ કનેક્શન

  મામલો અહીં ના રોકાયો. લોકો અમદાવાદથી નીકળતા રહ્યા અને સાથે કોરોનાને પણ લેતા ગયા. રેડ ઝોનવાળા વિસ્તારોથી લોકોને રાજ્યના બીજા ભાગમાં જવા માટે તંત્ર દ્વારા લોકોને પાસ પણ ઈશ્યૂ કરવામાં આવ્યા છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ગામોમાં કોરોના વાયરસને ફેલાવનાર બધા લોકો અમદાવાદથી સંક્રમિત વિસ્તારોથી આવ્યા હતા. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં કોરોના સંક્રમણનું અમદાવાદ કનેક્શન રહ્યું છે. સંતાઈને લોકો અમદાવાદ શહેરથી નીકળી રહ્યા છે અને રાજ્યના બીજા ભાગોમાં સંક્રમણ ફેલાવી રહ્યા છે. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, જ્યારે આ બધું ચાલતું હતું ત્યારે રાજ્યનું તંત્ર શું કરી રહ્યું હતું. દુર્ભાગ્યથી જે સમયે કોરોનાએ રાજ્યમાં પોતાનો પગ પેસારો કરવાની શરૂઆત કરી હતી. એ સમયે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ શહેરમાં કોરોનાને કાબૂમાં કરવાના ઉપાયો શોધવા માટે પોતાના નિવાસ સ્થાન ઉપર કોંગ્રેસના એ નેતાઓને બોલાવીને બેઠા હતા જે અમદાવાદ શહેરના ત્રણ સંક્રમિત વિસ્તારોના ધારાસભ્યા હતા.

  આમાંથી એક ઈમરાન ખેડાવાલા એક દિવસ બાદ જ કોરોના સંક્રમિત મળ્યા હતા. આવી સ્થિતિમાં વિજય રૂપાણી પોતાના આવાસ ઉપર જ ક્વોરન્ટાઈન થયા હતા. પોતે બહાર નીકળી શક્યા ન હતા. કોરોનાના આ આખા સંક્રમણ સમયમાં રૂપાણી પોતાના આવાસની બહાર ઓછા દેખાયા હતા. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં જ્યાં સીએમ યોગી આદિત્યનાથ મોટાભાગની જગ્યાઓમાં પોતે જઈને હાલાતનું અવલોકન કરતા દેખાયા હતા. જમીની સ્તર ઉપર અમલમાં નહીં આવેલી લડાઈ રાજ્ય સરકારમાં નંબર બે અને સ્વાસ્થ્ય મંત્રીની જવાબદારી સંભાળનારા ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલના પણ આવા હાલ છે. રૂપાણી અને પટેલ વચ્ચેના સંબંધો શરૂઆતથી જ સારા નથી. આ વાત કોઈનાથી છૂપી નથી. કોરોનાના આ સમયમાં આમાં કંઈ ખાસ ઘટાડો થયો નથી. જેનું પરિણામ એ આવ્યું કે કોરોનાની લડાઈની રણનીતિ સીધી રીતે જમીની સ્તર ઉપર અમલમાં આવી નહીં.  રાજ્યના સૌથી મોટા અને પ્રમુખ શહેર અમદાવાદમાં હાલત બગતી રહી અને ત્રણ-ચાર અધિકારીઓ રૂટીન પ્રેસ કોન્ફરન્સ અને એફબી લાઈવ સિવાય સરકારી રણનીતિ અને કાર્ય યોજના સશક્ત ઢંગથી બહાર ન આવી શકી. ખાસ કરીને એવી રણનીતિ જે હાલાતને બગડવાની જગ્યાએ સુધારા તરફ લઈ જઈ શકે. પ્રશ્ન એ ઊભો થાય છે કે જે રાજ્યમાં આશરે સાડા તેર વર્ષથી મોદી શાસન દરમિયાન બધી મોટી સમસ્યાઓ અને વિપત્તીઓ સામે અસરદાર ઢંગથી કામ થતું હતું. જ્યાં આ પ્રકારની સમસ્યા ગંભીર કેવી રીતે થઈ. ખાસ રીતે એ શહેર અમદાવાદમાં જ્યાં દેશની સૌથી સારી સ્વાસ્થ્ય સુવિધાઓ સરકાર પાસે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ પોતાના આકાર અને ચિકિત્સાના કારણે આખા દેશમાં પ્રસિદ્ધ છે. જ્યારે નગર નિગમના નિયંત્રવાળી એસવીપી હોસ્પિટલ પોતાની અધ્યતન સુવિધાઓ માટે જાણીતી છે જેનું ઉદ્ઘાટન થોડા વર્ષ પહેલા પીએમ મોદીએ કર્યું હતું.

  પ્રશાસન ઉપર બાજ નજર રાખનારા લોકોનું માનવું છે કે મુખ્યમંત્રી તરીકે મોદી દરે મહત્વપૂર્ણ જગ્યા ઉપર સક્ષમ અધિકારીઓને રાખીને તેનું લક્ષ્ય નિર્ધારિત કરી દેતા હતા. અને પોતે તેમના પ્રદર્શનનું મોનિટરિંગ કરતા હતા. કામકાજમાં સંપૂણ સ્વતંત્રતા અધિકારીઓને મળેલી હતી અને સાથે જવાબદારી હતી. કામ સારુ થયા તો વખાણ અને બગડે તો દંડા પણ પડતા હતા. પરંતુ વચ્ચે વારંવાર હસ્તક્ષેપ કરતા ન હતા. દુર્ભાગ્યથી અત્યારની સરકારમાં અધિકારીઓના લક્ષ્ય નક્કી કર્યા નથી અને ન તો કોઈ જવાબદારી નક્કી કરી છે. જેના કારણે કન્ફ્યૂઝન ઉપરથી નીચે સુધી પસરતું રહ્યું અને સ્થિતિ વધારે બગડતી ગઈ.

  હાલત સુધારવા માટે થયો મોટો પ્રશાસનિક ફેરબદલ

  અમદાવાદની આ સ્થિત પીએમ મોદી માટે ક્ષોભનું કારણ છે. જે રાજ્યને તે સારી સ્થિતિમાં છોડીને તેઓ દેશના પીએમ બન્યા હતા. અહીં થનારી મોટી સમસ્યા તેમને સ્વાભાવિક રીતે પરેશાન કરે છે. ભલે તે થોડા વર્ષ પહેલા ઊભી થયેલી અનામતની વિકરાળ સમસ્યા હોય કે પછી 2017માં વિધાનસભા ચૂંટણી સમયની હાલાત. જ્યારે પાર્ટીની નૈયાને પાર લગાવવા માટે તેમને પોતે મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આ વખતે સ્થિતિ એવી જ છે. અમદાવાદમાં હાલાતને સુધારવા માટે મોટો પ્રશાસનિક ફેરબદલ થયો છે. ખુદ કોરોના પીડિતોના સંપર્કમાં આવવાની જાણકારી આપતા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર રહેલા વિજય નેહરા ક્વોરન્ટાઈનમાં છે. તેમની જગ્યાએ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મુકેશ કુમારે ચાર્જ સંભાળ્યો છે. જે નેહરાની પહેલા પણ શહેરના કમિશ્નર રહ્યા હતા. તેમને માર્ગદર્શન આપવા માટે રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ પૈકી એક રાજીવ ગુપ્તા રાખવામાં આવ્યા છે. જે કોઈપણ મામલાને સંપૂર્ણ દ્રઢતાની સાથે ઉકેલ લવવા માટે જાણીતા છે.  સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રોજેક્ટને પણ રેકોર્ડ સમયમાં ગુપ્તાએ પુરો કર્યો છે. મોદીના નજીકના અધિકારી કે કૈલાશનાથન પણ સક્રિય થઈ ચૂક્યા છે. જે મોદીના જમાનામાં મુખ્યમંત્રી કાર્યાલયમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. નિવૃત્તિ બાદ પણ પોતાના પદ ઉપર નવી સેવા શરતો સાથે કામ કરી રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને ડીજીપી શિવાનંદ ઝાએ પણ જૂનિયર અધિકારીઓને કસવાનું શરૂ કરી દીધું છે.

  બધાને ખબર છે કે પીએમ મોદીના પોતાના ગૃહ રાજ્યમાં અને ખાસ રીતે આના સૌથી મોટા શહેરમાં કોરોના વધારે ફેલાવવો સામાન્ય જનતાના હિતમાં પણ નથી અને સરકારની છબીના હિસાબથી પણ યોગ્ય નથી. એટલા માટે કડકાઈ પણ છે. જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે. અમદાવાદના લોકો પણ ભાગ્યે જ ફેરફારને મહેસૂસ કરી રહ્યા હશે. અને કોરોના સમયમાં મસ્તી કરવાની જગ્યાએ સાવધાની રાખશે. એ આશા રાખવામાં આવે છે કે લોકડાઉનનું કડકાઈથી પાલન કરવા માટે અમદાવાદના રસ્તાઓ ઉપર ગુજરાત પોલીસ ઉપર કેન્દ્રીય અર્ધસૈનિક દળોના જવાનો પણ છે સૂરત નિહારવા માટે નહીં પરંતુ સીરત સુધારવા માટે છે.
  First published:

  विज्ञापन
  विज्ञापन